મે માસનો તાપ આકરો: સિહોર આકાશમાંથી અગનગોળા વરસ્યા, ગરમીથી હાશતોબા

દેવરાજ બુધેલીયા
સિહોર સાથે જિલ્લામાં મે માસનો તાપ આકરા બની રહ્યો છે. ચાલુ માસમાં પ્રથમ વખત તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર પહોંચી ગયું છે જેના કારણે શહેરીજનો આકરી ગરમીથી હાશતોબા પોકારી ગયા હતા.જેઠ માસના પ્રારંભે જ શહેરમાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થયો હતો. આકાશમાથી જાણે અગનગોળા વરસતા હોય તેમ બપોરે અસહ્ય તાપથી નગરજનો તોબા પોકારી ગયા હતા. છેલ્લા ચાર દિવસથી ગરમીનું જોર જારી છે, ત્યારે મહત્તમ તાપમાન સીધુ ૧.૭ ડિગ્રી વધીને ૪૧.૭ ડિગ્રીએ પહોંચી ગયું હતું.

મે માસના ૨૩ દિવસમાં આજનું તાપમાન સૌથી ઉંચુ રહ્યું છે. મહત્તમ તાપમાનની સાથે લઘુતમ તાપમાનમાં પણ ૨.૨ ડિગ્રીના વધારા સાથે તાપમાન ૨૮.૬ રહ્યું હતું. જેના કારણે રાત્રિના સમયે પણ ગરમી અને બફારાથી લોકો અકળાયા હતા. આજે હવામાં ભેજનું પ્રમાણ ૩૫ ટકા રહ્યું હતું. તો પવનની ઝડપ ૧૮ કિ.મી. પ્રતિ કલાકની નોંધાઈ હોવાનું હવામાન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here