સિહોરમાં મોડીરાત્રીના 2 વાગ્યા સુધી એકાદ મેડિકલ શરૂ રહે તેવી લોકહિત માટેની મારી વિનંતી છે : મિલન કુવાડિયા


કોરોના ની મહામારીને નાથવો એક પડકાર જરૂર છે પરંતુ સમગ્ર રાજ્યનું પ્રશાસન કોઈપણ કચાસ રાખ્યા વિના કે પાછું પડ્યા વગર  મક્કમ પણે તેનો પડકાર કરી રહ્યું છે હાલ ખૂબ કપરો સમય ચાલે છે ડોક્ટરો તબીબો પેરામેડીકલ તંત્ર પોલીસ સાથે મેડિકલ વિભાગ પણ છેલ્લા એક વર્ષથી ઝઝૂમી રહ્યું છે હું જાણું છું કે હાલની સ્થિતિ ખૂબ કપરી બિહામણી અને નાજુક છે એમ કહેવાય કે સામાન્ય માણસ મોત સામે ઝઝૂમી એક એક દિવસ કપરો અને મુશ્કેલી ભર્યો પસાર કરી રહ્યા છે.

ત્યારે ડોકટર તબીબ અને મેડિકલ વિભાગ ઈશ્વર તુલ્ય છે જેમાં મને કોઈ શંકા નથી બીજી તરફ સામાન્ય જનતા પણ હોસ્પિટલમાં જગ્યા ઓક્સિજન ઈન્જેકસનો માટે દર-દર ભટકી રહી છે ત્યારે હાલ સિહોરમાં સ્વૈચ્છિક લોકડાઉન ચાલી રહ્યું છે બપોર પછી લોકો સ્વંમભુ બંધ પાળી રહ્યા છે કોરોનાની ચેનને તોડવા લોકો હવે જાગૃત થયા છે ત્યારે જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની દુકાનો શિવાઈ અન્ય દુકાનો બંધ રહે છે રાત્રીના 9 કલાક પછી મેડીકલો બંધ થયા પછી લોકો ભારે હાલાકીમાં મુકાઈ છે.

હાલ શહેરની સરકારી હોસ્પિટલો પ્રાઇવેટ દવાખાનાઓ ક્લિનિકો દર્દીઓથી ભરેલા છે ત્યારે રાત્રીના 9 વાગ્યા પછી દર્દીઓના પરિવારોને દવા સહિત ચીજવસ્તુઓની રઝળપાટ રહે છે રાત્રીના સમયે દર્દીના પરિવરજનો રીતસર દવા ઇન્જેક્શન કે ઇમરજન્સી ચીજવસ્તુઓ માટે દર-દર ભટકી રહ્યા છે સિહોરનું મેડિકલ એસોસિએશન અને તંત્ર બંને સંયુક્તમાં

આ સંદર્ભે વિચારી શહેરમાં કોઈ પણ એક મેડિકલ મોડીરાત્રી 2 વાગ્યા સુધી ખુલ્લું રહે તેવી વ્યવસ્થા કરી આયોજન કરે જેથી દર્દીઓના પરિવારોને રઝળપાટ ન થાય લોકોની મુશ્કેલીઓ ઓછી થાય તેવી અપેક્ષાઓ સાથે ગઈકાલે આવેલો વાઇરલ આવતીકાલે ચોક્કસ જતો રહેશે હાલની સ્થિતિને લઈ મેડિકલ એસોસિએશન અને તંત્ર આ બાબતે વિચારી લોકહિત માટેનો યોગ્ય નિર્ણય કરે એટલી જ વિનંતી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here