મારા વ્હાલા દેશવાસીઓ, આવતીકાલે સવારે 9 વાગે મોદી દેશને વિડીયો મારફત સંબોધન કરશે

મિલન કુવાડિયા
કોરોનાની મહામારી વચ્ચે આવતીકાલે સવારે નવ વાગે મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે. જેઓ વીડિયો સંદેશ દ્વારા દેશને એક નવો મેસેજ આપશે. હાલમાં દેશ મહામારી વચ્ચે ઝઝૂમી રહ્યો છે. દેશમાં કોરોનાનો ત્રીજો તબક્કો શરૂ થવાની તૈયારી છે. આજે નવા 328 કેસો બહાર આવ્યા છે.  ગુરુવારે વડાપ્રધાન મોદીએ પોતે ટ્વીટ કરીને તેની જાણકારી દેશને આપી જેમાં તેમણે કહ્યું કે આવતીકાલે સવારે 9 વાગે તે દેશને એક નાના વીડિયો સંદેશના માધ્યમથી સંબોધન કરશે. એવામાં હાલમાં સોશિયલ મીડિયામાં પી.એમ મોદીના સંબોધનને લઇ અટકળો શરુ થઇ ગઈ છે. લોકડાઉનની જાહેરાત બાદ ઘણી બધી જગ્યાએ હજુ પણ લોકડાઉનનું પાલન થઇ રહ્યું નથી ત્યારે આ સંદેશમાં તે ફરીથી લોકોને કોરોનાથી બચવા માટે અપીલ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here