તૂટેલા, ઉબડ-ખાબડ રોડ લોકોની હાલાકી વધારી રહ્યા છે, સ્લમ વસાહતો કે પછી પછાત અને આંતરિક રસ્તાઓ તરફ તંત્ર ધ્યાન આપતું ન હોવાની વ્યાપક ફરિયાદ

બ્રિજેશ ગોસ્વામી
સિહોર શહેરના અનેક પછાત વિસ્તારોમા જાહેર રોડ બિસ્માર હાલતમાં પડયા છે. તૂટેલા રોડ, ઉંચી-નીચી ગટરોની ચેમ્બરો, ઉખડેલી કપચી, ધૂળિયા રોડ, ખાડા ટેકરાના કારણે રોડની હાલત બદથી બદતર બની જવા પામી છે. જેના કારણે સ્થાનિક હજારો રહીશો હાલાકીઓ ભોગવી રહ્યા છે.

રહીશોએ તંત્રમાં અને કોર્પોરેટરોને રજૂઆતો કરી છે પરંતુ કોઇ ધ્યાન આપતું ન હોવા અંગેનો રહીશોનો ગણગણાટ છે ચોમાસા બાડ રોડ રસ્તાઓ રિશરફ્રેશની કામગીરી કરવામાં ભારે ઢીલાસ તેમજ ભેદભાવ રખાઇ રહ્યો હોવા અંગેની લાગણી શહેરીજનો અનુભવી રહ્યા છે. શહેરના કેટલાક વોર્ડમાં કોઇને કોઇ વિસ્તારમાં તૂટેલા રોડ જોવા મળી જશે.

ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં તંત્ર દ્વારા રોડ રસ્તાની કામગીરી કરવામાં પુરતો રસ દાખવાઇ રહ્યો ન હોવાનું રહીશો જણાવી રહ્યા છે. અનેક વિસ્તારોમાં જર્જરિત રોડ હોવાના કારણે રાહદારીઓ માટે ચાલવું સરળ રહ્યું નથી, વાહનચાલકો પટકાઇ રહ્યા છે, ખાડા-ટેકરાના કારણે વાહનચાલકોને હાથમાં, પગમાં કે પછી કમ્મરમાં દુખાવો થઇ રહ્યો છે.

કેટલીક વાર અંધારામાં વાહનચાલકોને અકસ્માત પણ નડી રહ્યો છે. ગટરોની ચેમ્બરો ઉચી કે પછી નીચી હોવાથી વાહનો સમતુલન ગુમાવી રહ્યા છે. સ્થાનિક રહીશોની માંગણી છેકે તાત્કાલિક ધોરણે રોડ રિશરફ્રેશની કામગીરી કરવામાં આવે અને લોકોની પડી રહેલી હાલાકીમાંથી મુક્તિ અપાવવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here