ડિઝાસ્ટરની જે મિટિંગ થતી હોય છે તે થઈ નથી, વૃક્ષો કે જર્જરિત મકાનો નોટિસ આપીને નિકાલ થવો જોઈએ તે થતો નથી, કોઈ દુર્ઘટના બનશે તો પાલિકા જવાબદાર..વિપક્ષ

બ્રિજેશ ગૌસ્વામી
ચોમાસાએ હવે દસ્તક દીધા છે વરસાદની ઋતુ બારણે ટકોરા દઈ રહી છે ત્યારે સિહોર નગર પાલિકાની મોન્સૂન કામગીરીની પોલમપોલને લઈને સિહોર નગરપાલિકા વિપક્ષ સભ્યોએ તકેદારી રાખવા રજુઆત કરી છે વિપક્ષ સભ્યોનું કહેવું છે છે જૂન માસની શરૂઆત થઈ ચૂકી છે સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ ચોમાસુ સત્રની શરૂઆત થઈ ચૂકી છે તેમ છતાં નગરપાલિકા દ્વારા અગાઉ પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ તે થઈ નથી જે શરમજનક છે ચોમાસા અગાઉ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી અને સિહોર અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથેની મિટિંગો થતી હોય છે.

તે થયેલી નથી હાલ રાજ્યની પર વાવાઝોડાની આગાહી થયેલી છે તેમા પણ ગુજરાત પર કેન્દ્રિત થયેલું છે તેમાં પણ તંત્ર સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે સિહોર શહેરમાં કેટલીક જર્જરિત મિલકતો અને વૃક્ષો આવેલા છે તેને નોટિસ આપી નિકાલ થવો જોઈએ તે થયો નથી તેમજ ગત વર્ષ દરમિયાન નીચાણવાળા વિસ્તારમાં ગૌતમી નદીના કાંઠાના ભાગે લોકોને ઘણું નુકશાન થયું થયેલ તેઓને અગાઉ સાવચેતી કરવાની જરૂર છે જ્યારે ખાડીયા વિસ્તારમાં ગત વર્ષ દરમિયાન નગરપાલિકાની લાપરવાહીના લીધે નવરંગ સોસાયટી અક્ષર પાર્ક ખાડીયા તેમજ ભારત સોસાયટી વગેરે જેવી સોસાયટીઓમાં વરસાદી પાણી નિકાલ ન થવાથી આ સોસાયટીઓમાં ઘર તેમજ દુકાનોમાં પાણી ભરાઈ જવાથી આમ નાગરિકને લાખ્ખો રૂપિયાનું નુકશાન થવા પામેલ નટરાજ સોસાયટી અને ધર્મશાળા વિસ્તાર પણ ડૂબમાં જાય છે.

આમ આવી સોસાયટીઓ કે કાંઠાળા વિસ્તારમાં રહેતા રહીશો તેમજ ગલ્લાવાળાઓને નુકશાન ન થાય તે રીતે પાલિકા વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ પણ વિપક્ષે કરી છે ઉપરોક્ત બાબતે નગરપાલિકા ગંભીરતા લઈને તાકીદે પ્રિ મોન્સૂન કામગીરી શરૂ કરે અન્યથા વરસાદના સમયે લોકોને નુકશાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે તેવું પણ જણાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here