મોરબી સદભાવના હોસ્પિટલની ઘટનાના પડઘા સિહોરમાં પડ્યા, સિહોર મારુ કંસારા સમાજે આવેદન આપી રજુઆત કરી અને કાનૂની કાર્યવાહીની સખત માંગ કરી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર મારુ કંસારા સમાજના અગ્રણીઓ રજુઆત કરી છે અને જણાવ્યું છે કે મોરબીમાં બનેલી ઘટનામાં બેદરકારી દાખવાનાર ડોકટર સામે સખત કાર્યવાહીની માંગ કરી છે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા વૃદ્ધાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમની સદભાવના હોસ્પિટલમાં સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવમાં મૃતકના પુત્રએ આ હોસ્પિટલના ડોકટરોની ઘોર બેદરકારીના કારણે તથા કોરોનાની સારવાર માટેના જરૂરી સાધનોના અભાવે પોતાની માતાનું મોત થયાનો ગંભીર આક્ષેપ કર્યો હતા.

આ મામલે એસપીને રજુઆત કરીને હોસ્પિટલના ડોકટરો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી ત્યારે સમગ્ર મામલે સિહોર મારુ કંસારા સમાજ આગેવાનોએ આજે સિહોર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી અને તબીબ સામે સખત કાર્યવાહીની માંગ કરી છે ત્યારે કહી શકાય કે મોરબીમાં બનેલી ચકચારી ઘટનાના પડઘા સિહોરમાં પડ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here