એસી વર્ષના વૃદ્ધો દાંડિયારસથી ઝૂમી ઉઠ્યા, કાર્યક્રમને ચાર ચાંદ લાગ્યા, ઉપસ્થિત સૌ કોઈ ઝૂમી ઉઠ્યા, ચાલીસ વર્ષના જુના મિત્રો એક રંગમંચ નાચ્યાં અને ઝૂમ્યા

મિલન કુવાડિયા
સિહોર મિત્ર મંડળ ગ્રુપમાં મૂળ શહેરના રહેવાસી લોકો જોડાયેલા છે જેમાં કોઈ બિઝનેસમેન છે તો કોઈ નોકરિયાત..આ ગ્રુપ દર વર્ષે પોતાની જન્મ ભૂમિ સિહોરમાં અવનવા કાર્યક્રમો યોજે છે છેલ્લા ત્રણ દિવસથી મુંબઈ મિત્ર મંડળ દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં સિહોરના કપોળ વાડી ખાતે શનિવારે રાત્રીના મુંબઈ મિત્ર મંડળ આયોજિત ભવ્ય શરણાઈ અને ઢોલના તાલે દાંડિયારાસનું આયોજન થયું હતું જેમાં શહેરના આગેવાનો મોભીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ રાસથી ઝૂમી ઉઠ્યા હતા ખાસ કરીને મુંબઈમિત્ર મંડળના હોદ્દેદારો અગ્રણી ઉપસ્થિત રહીને કાર્યક્રમને દિપાવ્યો હતો અને કાર્યક્રમમાં વૃદ્ધો ઝૂમી ઉઠ્યા હતા ૪૦ વર્ષ જુના મિત્રો અને સંબંધોને યાદ કરીને શહેરની બહાર વસતા લોકોએ યાદોને તાજી કરી હતી ત્રણ દિવસ દરમિયાન શહેરની તમામ પ્રવિત્ર જગ્યાઓ પર દર્શન સહિતનો લાભ લીધો હતો અને અને જૂની યાદોને વાગોળી હતી ઉલ્લેખનીય છે કે મુંબઈ મિત્ર મંડળ ગ્રુપમાં સિહોરની બહાર વસતા લોકો જોડાયેલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here