પ્રમુખે કહ્યું નવા બિલ્ડીંગમાં “મારી તકતી લાગે કે ન લાગે ફેર નહિ પડે” પણ હવે કાયદાની આંટીઘૂંટીમાં જગ્યા અને બિલ્ડીંગ ન આવે તે માટે ફેરબદલીની તાકીદ જરૂરી છે

નગરપાલિકાનું નવું બિલ્ડીંગ ફેરબદલી માટે નગરસેવકોનો એક સુર, તાકીદે નવા બિલ્ડીંગ ખાતે કચેરીની ફેરબદલી કરવા તમામ નગરસેવકો એક મંચે, બપોર બાદ મળેલી બેઠકમાં લેવાયેલ નિર્ણય

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકા કચેરીને નવા બિલ્ડીંગ ખાતે ફેરબદલી કરવા માટે બોલાવેલ તાકીદ બેઠકમાં પ્રમુખ દીપ્તિબેન પણ રીતસર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જેમ ટવેન્ટી ટવેન્ટીના અંદાજમાં નવા બિલ્ડીંગમાં તકતી લગાડવા મુદ્દે ટોનના સ્વરૂપમાં પોતાનો સુર વ્યક્ત કરીને બેઠકમાં ગરમાવો લાવી દીધો હતો સિહોર નગરપાલિકાનું નવું અદ્યતન બિલ્ડીંગ કરોડોના ખર્ચે બનવા જઇ રહ્યું છે બિલ્ડીંગનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે ટૂંક સમયમાં તાકીદે બિલ્ડીંગની ફેરબદલી કરવામાં આવે અને નગરપાલિકાના જુના બિલ્ડીંગથી લઈ નવા બિલ્ડીંગ ખાતે કચેરીને તાકીદે ફેરબદલી કરવામાં આવે તેવો એક સુર ઉઠ્યો છે.

આ સંદર્ભે આજે બપોર બાદના સમયે મહિલા નગરપતિ દીપ્તિબેન ત્રિવેદી અને ચિફઓફિસર બરાડની ખાસ ઉપસ્થિતમાં નગરપાલિકા નવા બિલ્ડીંગ ખાતે પ્રથમ વખત નગરસેવકોની બેઠક મળી હતી.બેઠકમાં ખાસ બિલ્ડીંગની ફેરબદલી માટે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી બેઠકમાં ભાજપ કોંગ્રેસ અપક્ષના સભ્યો હાજર રહ્યા હતા ઉપસ્થિત તમામે પોતાનો સુર રજૂ કર્યો હતો અને સાથે સાથે મારવાડી નગર વિસ્તારમાં નગરપાલિકાની કરોડોની જગ્યામાં થતા દબાણને અટકાવવાની માંગ સાથે ગટર પ્રોજેકટ વિજિલન્સ તપાસ અને શહેરમાં અન્ય નાના મોટા ગેરકાયદેસર થતા દબાણો ઉપર કાર્યવાહી કરવાની તાકીદે કરીને દીપાભાઈએ માંગ કરી અને જેમાં ડાયાભાઈ રાઠોડે પોતાનો સુર વ્યક્ત કર્યો હતો.

જ્યારે મુકેશ જાનીએ જણાવ્યું હતું કે વર્ષોથી આ જગ્યાનો કેસ ચાલતો હતો ખૂબ બધા પ્રયત્નો કરી જમીન પરત મેળવી છે કાયદાકીય ઘણા દાવપેચોની લાંબી મંજિલ કાપીને હાલ બિલ્ડીંગ ઉભું થયું છે ત્યારે નગરપાલિકા કચેરીને નવા બિલ્ડીંગની તાકીદે ફેરબદલી કરવામાં આવે તેમાં પોતાનો સુર વ્યક્ત કર્યો હતો જ્યારે પાલિકા પ્રમુખ મુખ્યમંત્રી જેમ ૨૦ – ૨૦ સુરમાં કહ્યું કે નવા બિલ્ડીંગમાં દીપ્તિબેનની તકતી લાગે કે ન લાગે તેમાં કશો ફેર પડતો નથી પરંતુ હવે પ્રજાના કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા છે ફરી આ બિલ્ડીંગ કોઈ કાયદાકીય આતીઘૂંટીમાં ન પડે તે માટે જલ્દી બિલ્ડીંગ ફેરબદલી કરવાની આવશ્યકતા છે જણાવ્યું હતું ત્યારે પ્રમુખનો આ સુર અને કહેવાનો અલગ અંદાજ થોડા શબ્દોમાં ઘણું કહી જાય છે અને બેઠકમાં પણ સમજવા જેવા નગરસેવકો સમજી ચુક્યા હશે ત્યારે હાલ બિલ્ડીંગની ફેરબદલી માટે મળેલી તાકીદ બેઠકમાં નગરપાલિકા કચેરીને નવા બિલ્ડીંગ ખાતે ફેરવી નાખવા એક સુર ઉઠ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here