સિહોર નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલા ફિલ્ટર પ્લાન્ટનો ભ્રામક પ્રચારનો પર્દાફાશ, ગંદા પાણી વિતરણને લઈ વોર્ડ ૫ નું ટોળું ઘસી ગયું


હરેશ પવાર
સિહોર ખાતે ચાલતા વિવાદિત ફિલ્ટર પ્લાન્ટ મુદ્દે આજે સૌથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે અને જે ફિલ્ટર પ્લાન્ટ શરૂ હોવાની વાત રજૂ કરનારા સત્ય અને અસત્ય વચ્ચે ઉભા છે તે વાત આજે સાબિતીની સાથે સામે આવી છે આજે વોર્ડ નં ૫ ના રહીશોએ દુર્ગંધ વાળું પાણી સપ્લાય થતું હોવાના કારણે ભારે હોબાળો કરી ફિલ્ટર પ્લાન્ટ શરૂ હોવાનો ભ્રામક પ્રચારનો પર્દાફાશ કર્યો છે સિહોર નગરપાલિકામાં છેલ્લા ઘણા દિવસોથી ફિલ્ટર પ્લાન્ટ મુદ્દે ભારે વિવાદો ચાલી રહ્યા છે સત્તા પક્ષ કહી રહ્યો છે શહેરના લોકોને ફિલ્ટર વાળું પાણી વિતરણ થઈ રહ્યું છે.

વિપક્ષ ફિલ્ટર પ્લાન્ટ શરૂ થયો હોવાનું ભ્રામક પ્રચાર થતો હોવાના આક્ષેપો કરી રહ્યું છે એ બન્ને વચ્ચે શાસક પક્ષના સભ્ય નગરપાલિકા ચેરમેન અને સ્થાનિક નેતા તરીકે જેમની ગણના થાય તેવા દીપશંગભાઈ રાઠોડે બે દિવસ પહેલા ફિલ્ટર પ્લાન્ટ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ કર્યો અને કહ્યું કે ફિલ્ટર પ્લાન્ટની જગ્યા ખાતે મેં રૂબરૂ જઈને અભ્યાસ કર્યો છે પ્લાન્ટ શરૂ થાય તેવી કોઈ સ્થિતિ નથી ત્યારે ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવાની વાતે સામે પહેલેથી અનેક શંકાઓ ઉપજી રહી છે.

ત્યારે તમામ આક્ષેપો અને નિવેદનો વચ્ચે દુધનું દૂધ અને પાણીનું પાણી થઈ ચૂક્યું છે આજે સિહોરના વોર્ડ નં ૫ વિસ્તારનું એક ટોળું ઘસી નગરપાલિકા ખાતે દોડી જઇ પોતાના વિસ્તારમાં પીવા લાયક પાણી નહિ આવતું હોવાનો બળાપો કાઢ્યો હતો અહીંના રહીશોએ કહ્યું હતું અમારી હાલત અતિ ખરાબ સ્થિતિમાં છે પાણી પીવા લાયક વિતરણ થઈ રહ્યું નથી સપ્લાય થતું પાણી એકદમ ગંદુ અને દુર્ગંધ વાળું વિતરણ થાય છે.

ત્યારે ફિલ્ટર પ્લાન્ટ શરૂ હોવાની વાત સામે અનેક સવાલો ઉભા થયા છે સમગ્ર મામલે વિપક્ષ અને શાસક પક્ષના કેટલાક સભ્યો ફરી મેદાને પડ્યા છે ઉલ્લેખનીય છે કે વિપક્ષ સાથે શાશક પક્ષના સભ્યો પણ પોતાની સત્તા સામે પાણી બતાવી અવાજ ઉઠાવે છે પરંતુ સ્થાનિક કોંગ્રેસ તો ક્યાં છે લોકોની આટલી હેરાનગતિ વચ્ચે મૌન ધારણ કરીને બેઠેલી સ્થાનિક કોંગ્રેસ સામે પણ લોકોમાં રોષ દેખાઈ રહ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here