સિહોર નગરપાલિકા દ્વારા જાહેર શૌચાલયો ડીમોલેશન કરવાથી લોકોને પડતી હાલાકી અંગે વિચાર કરી સમસ્યાનું નિરાકરણ લાવો : મુકેશ જાની


બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકાએ અગાઉ જનરલ બોર્ડમાં અલગ અલગ વર્ષોથી ઘરે ઘરે શૌચાલયો ન હોવાના લીધે વિસ્તારવાઈઝ જાહેર શૌચાલયો બનાવેલા , પરંતુ હવે લોકોના ઘરે શૌચાલયો બની જતા હવે આવા જર્જરીત શૌચાલયોનો આવારાતત્વો દ્વારા દૂરઉપયોગ થતો હોય તેમજ ગંદકી ફેલાતી હોય તો આ શૌચાલયો જરૂર જણાય તે રીતે દૂરસ્ત કરવા અંગેનો ઠરાવ થયેલ છે . જે અનુસંધાને હાલમાં કોઈપણ જાતનો સર્વે કર્યા વગર ગરાસીયાના ખાંચા પાસે બનેલ શૌચાલય દૂર કરવામાં આવેલ છે.

જે અવ્યવહારુ વિચાર્યા વગરનો નિર્ણય છે. આ મુદે સિહોર નગરપાલિકામાં જે તે વિસ્તારના રહીશો ૨૦૧૬ થી અવાર નવાર શૌચાલયનો ઉપયોગ કરતા હોય તેવા રહીશો દ્વારા રીપેરીંગ કરવા તેમજ સફાઈ કરવા બાબતે રજુઆતો આવતો રહેતી હતી . પણ નગરપાલિકા દ્વારા આ બાબતે કોઈ દિવસ ધ્યાન આપવામાં આવેલ નથી . હાલમાં તા .૨૧ / ૬ / ૨૦૧૮ ના રોજ અંદાજીત ૩૦ રહીશો કે જે આજુબાજુના વિસ્તારો સાથે આ શૌચાલયનો ઉપયોગ કરતા હોય તેમણે વિનંતી કરી શૌચાલય ન પાડવા અને પ્રાથમીક સુવીધા આપવાની રજુઆત કરવા છતા કોઈપણ જાતનો સર્વે કર્યા વગર આ શૌચાલયો ડીમોલેશન કરેલ છે.

જે વ્યાજબી નથી . આજુબાજુનો વિસ્તાર કે જે કંસારા બજાર તરીકે જાણીતો છે . ત્યાં કંસારી બજારમાં લોકો વાસણો ખરીદી કરવા આવે છે તેમજ આજુબાજુના ગ્રામ્ય લોકો કે જેઓ સુરકાના ડેલેથી હટાણું કરવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે . તેવા લોકોને અને ખાસ કરીને બહેનોને શૌચક્રિયા કે યુરીનલ માટે જવાનું થાય તો આ શૌચાલયનો ઉપયોગ કરતા હતા . આમ બીજા લોકોને પણ આ શૌચાલયોનું ડીમોલેશન થતા ખૂબ જ અડચણ પડી રહી છે . જે બાબતની ગંભીરતા સમજવી જોઈએ.

ઉપરોકત બાબતથી સિહોર નગરપાલિકા જયારે વિકાસના પંથે જઈ રહી છે ત્યારે આ જગ્યા ઉપર એક સુલભ શૌચાલય તાત્કાલીક બનાવી અને હાલની તમામ સગવડતા અને સુવીધા આ શૌચાલયમાં ઉપલબ્ધ થાય તે રીતનું સુલભ શૌચાલય બનાવવામાં આવે અને જેને લઈને સિહોરની બહારગામથી આવનારી જનતા એક સારી શાખ લઈને જાય અને આજુબાજુના રહીશો જે શૌચાલયથી વંચીત છે તેઓ પણ આ શૌચાલયનો લાભ લઈ શકે તેવું વિપક્ષના સભ્ય મુકેશએ જણાવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here