જે નાળું ખુલ્લું છે ત્યાં પાંચ લાખ રૂપિયાનો ખર્ચ ની ગટર નાખી દીધી, શહેરનું હાર્દસમુ મુખ્ય નાળું છે ત્યાં થયેલા દબાળો તમારે હટાવવા જોઈએ પરંતુ પોતાનાઓએ કરેલા દબાણ પર ટાઢું પાણી રેડીને પડદો પાડી દઈને પ્રજાના પૈસા શુ લેવા વેડફો છો.?

હરેશ પવાર
ઉપરની તસ્વીર ધ્યાનથી જુવો..જે સિહોર શહેરનું હાર્દસમુ મુખ્ય નાળુ છે શહેરની મધ્યમાં થી પસાર થતું ૩૩ મીટર અને પ પહોળાઈ ધરાવતું નાળુ કે જેની જમીનની કિંમત કરોડો માં થાય છે લોકોના મનમાં એક સવાલ હશે કે આ નાળાને મુખ્ય નાળુ શા માટે કહેવાઈ છે તો એ પણ આપને જણાવી દઈએ કે ડુંગર ઉપર થી વરસાદી પાણી જે આવે છે તે ગર્લ્સ સ્કૂલની બાજુમાં આવેલ નાળા માંથી પસાર થઈ આ નાળામાં આવે છે અને ત્યાંથી ગૌતમી નદીમાં જતું રહે છે અને ખાસ કરીને ડુંગરમાંથી આવતું વરસાદી પાણી શહેરના મુખ્ય રસ્તા અને સોસાયટી સહિત બીજા વસાહતોમાં પાણી ન ઘુસી જાય લોકોને તકલીફ કે મુશ્કેલી ન પડે તે માટે વરસાદી પાણીના નિકાલ માટે આ નાળા સાથે જોડાણ અપાયું છે.

જોકે અહીં નગરપાલિકામાં સત્તામાં બેઠેલા લોકો અને તંત્રએ બુદ્ધિનું દેવાળું ફૂંકી માર્યું છે જે નાળુ ચાલુ થઈને પૂરું ગૌતમી નદીમાં થાય છે ત્યાં ક્યાં કારણોસર નાળાની વચ્ચો-વચ સિંધી કેમ્પ અને કોમલરાજ ગ્રાઉન્ડ વચ્ચે પાઈપો નાખી ગટર પાથરી ઉપર તકલાદી ઢાંકણાઓ નાખીને પાંચ લાખ જેવી રકમની પ્રજાના પૈસાની પથારી ફેરવી દીધી છે તે એક મોટો સવાલ છે સત્તાના મદમાં કહેવાઈ કે બુદ્ધિનું દેવાળું ફૂંકી માર્યું છે જોકે વિપક્ષના મુકેશ જાનીએ આ બાબતે અનેક સવાલો ઉભા કર્યા છે અને બિલ્ડરોએ કરેલા દબાણને ઢાંકી દેવા પણ ગટર નાખી હોવાનો મુકેશ જાનીનો આક્ષેપ છે.

જોકે ભવિષ્યમાં અહીં નાળામાં થયેલા દબાણો હટાવવામાં નહિ આવેતો રેલવે સ્ટેશનના રેલવે ક્વાર્ટર નટરાજ સોસાયટી ધર્મશાળા સહિતના અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થઈ જશે તેવી ભીતિ પણ મુકેશ જાનીએ વ્યક્ત કરી છે અને બિલ્ડર દ્વારા કરેલ દબાણ દૂર કરી નાળુ ખુલ્લું કરાવવા ના બદલે દબાણ ને ઢાંકી દેવા પાલિકામાં બેઠેલા લોકો ધમ-પછાડા કરી રહ્યા છે જેઓ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો આવેદનો અને જરૂર પડે તો આ આંદોલન માટેનું રણશિગું પણ ફૂંકયું છે પરંતુ સત્તા સ્થાને બેઠેલા લોકોએ પ્રજાના પૈસા વેડફાવવાનો પરવાનો મળ્યો હોઈ તેવું લાગે છે ત્યારે આ મામલે નવા જૂની થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here