વિપક્ષ એક પછી એક પ્રજાના મુદ્દાઓ પર રજૂઆતોનો મારો, “દી” ઉગે ને પ્રજાના પ્રશ્ને તંત્ર અને સત્તા સામે બાયો ચડાવે, જાનીએ કહ્યું અમે લોકો માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું પરંતુ લોકો જાગૃત થાય સહકાર આપે

હરેશ પવાર
સિહોર નગરપાલિકામાં કોંગ્રેસના સભ્યો જેટલા ચૂંટાયા છે એ આક્રમક મૂડમાં હોવાનું જણાઈ છે રોજ “દી” ઉગેને પ્રજાને લગતા પ્રશ્નો મુદ્દે લડત ચલાવી રહ્યા છે આ અંગે વિપક્ષના મુકેશ જાનીએ કહ્યું અમે લોકો માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું પરંતુ લોકો જાગૃત થાય સહકાર આપે આજની રજૂઆતો એવી હતી કે નગરપાલિકા હદ વિસ્તારમાં ડેગ્યું અને મેલેરિયા જેવા રોગોનો રોગચાળો ફાટી નીકળવાની ગંભીર દહેશત ઉભી થઇ છે જેથી સફાઈ અને દવાનો છંટકાવ કરવાની માંગ કરી છે વિપક્ષની આવેલી યાદીમાં જણાવ્યું છે.

છેલ્લા ઘણા સમયથી સિહોર નગરપાલિકા હદ વિસ્તારમાં મચ્છરજન્ય રોગોએ દસ્તક દીધા છે છતાં નગરપાલિકાનું તંત્ર ઘોર નીંદ્રામાં પોઢી રહયુ છે . વર્ષોથી ગૌતમી નદીમાં ખુલ્લી ગટર છોડવામાં આવતી હોય , મચ્છરજન્ય રોગોને લઈને અવાર નવાર સિહોરના દવાખાનો ઉભરાતા હોય છે . ત્યારે હાલમાં ડેંગ્યુ તેમજ મેલેરીયાએ માથું ઉચકયુ હોય, જેથી આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે સિહોર તાલુકા હેલ્થ વિભાગ દ્વારા છેલ્લા બે ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારોમાં બંધીયાર ચોખ્ખા પાણીના નિકાલ કરી અને રોગચાળો કાબુમાં લેવા તેમજ જન જાગૃતિ ફેલાવતા હોય.

ત્યારે સિહોર નગરપાલિકા વહીવટી તંત્ર હાથમાં હાથ ધરીને તમાશો જોઈ રહી છે . ગૌતમી નદીમાં ઠલવાતી ગટર કે જે અગાઉના ચેકડેમોને લઈને આ પાણી બંધીયાર રહેતું હોય , જેના કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાતો હોય ત્યારે ખાળે ડૂચા દરવાજા મોકળા જેવો ઘાટ સર્જાયો છે . સ્વચ્છ પાણી હોય કે ગટરનું પાણી હોય પણ બંધીયાર રહેવાના કારણે મચ્છરોનો ઉદભવ થતો હોય છે . આ પાણી બંધીયાર રહેવાના કારણે કાંઠાના વિસ્તારો મારૂતીનગર , સ્વસ્તિક –૨ , અલ્કાપુરી , શિવશકિત સોસાયટી , સ્વરૂપભારતી , ગૌતમેશ્વર નગર , પ્રગટનાથ વિસ્તાર , એકતા સોસાયટી વગેરે વિસ્તારના લોકોમાં આ રોગચાળો ફાટી નીકળશે અને

જો મહામારીએ ગંભીર સ્વરૂપ પકડી લેશે તો સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે . જેથી સિહોર નગરપાલિકા દ્વારા સમગ્ર સિહોરમાં સ્વચ્છતા અભીયાન ચાલુ કરવામાં આવે . તેમજ ચેકડેમોને દૂર કરી આ ગટરને સિહોરથી દૂર સુધી મોકલવામાં આવે તેમજ પાણીની વિકટ સમસ્યાને લઈને લોકોના ઘરે ઘરે અંડરગ્રાઉન્ડ ટાંકાઓ હોય જેથી કલોરીનેશન માટે નગરપાલિકા દ્વારા દવાઓનું વિતરણ કરવામાં આવે . આમ આ કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવે તેવી વિપક્ષના સભ્યોએ રજુઆત કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here