સિહોર નગરપાલિકાના કર્મચારીઓને વર્ષોથી થતા અન્યાય સામે ન્યાય આપો તો સારું – દલિત અધિકાર મંચ

હરેશ પવાર
સિહોર નગરપાલિકાના રોજમદાર કર્મચારીઓને વર્ષોથી થઈ રહેલા અન્યાય સામે દલિત અધિકાર મંચ વર્ષોથી લડત આપી રહ્યું છે. રોજમદાર કર્મચારીઓની બાબતમાં પાલિકા પ્રમુખ દ્વારા દર વખત પોકળ વચનો અપાઇ જાય છે અને મહિનાઓ વાયદાઓ અપાઈ જાય છે. ત્યારે દલિત અધિકાર મંચ દ્વારા સિહોર નગરપાલિકા કર્મચારીઓ છેલ્લા ૨૦-૨૦ વર્ષથી રોજમદાર તરીકે કામ કરી રહ્યા છે છતાં તેમને તેમનો કાયમિક હક મળતો નથી. સિહોર ગામને સ્વચ્છ રાખવામાં જેઓ પોતાનો પરસેવો પાડી દે છે.

તેવા સફાઈ કામદારો જ પોતાના અધિકારોથી વંચિત છે. સરકાર અને મજૂર અધિનિયમ દ્વારા આ વર્ષે ૭૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તેનો લાભ સિહોર પાલિકાના સફાઈ કામદારો ને મળેલ નથી. નગરપાલિકા ના કોન્ટ્રાકટ પ્રથા ને કારણે છેલ્લા વિસ વિસ વર્ષથી કામ કરતા સફાઈ કામદારો ને હળહળતો અન્યાય થઈ રહ્યો છે. જેને લઈને સિહોર નગરપાલિકા ના ચીફ ઓફિસરને ન્યાય કરવા માટે દલિત અધિકાર મંચ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેમાં યોગ્ય તપાસ કરી જવાબદાર લોકો સામે પગલાં ભરવા માંગ કરાઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here