સિહોરના ટાણા ચોકડી પાસે આવેલી નગરપાલિકાની જગ્યામાં કેટલાક આસામીઓની પેશકદમી : પૂર્વ સભ્ય અને વિપક્ષ દ્વારા રજૂઆત

હરેશ પવાર
બસ્ટેન્ડની લાઈનમાં આગળના ભાગે આવેલ ખુલ્લી જગ્યાને લઈ રજૂઆતો થઈ, પૂર્વ સભ્ય મહેશ લાલાણીએ કહ્યું આ જગ્યાનો કેસ 2001 થી કોર્ટમાં શરૂ છે, અહીં કેટલાક આસામીઓ ડુંગરો ખોદી જમીનમાં દબાણ કરવા લાગ્યા છે, રજુઆતમાં વિપક્ષના મુકેશ જાની સાથે રહ્યા.સિહોરના બસ્ટેન્ડની લાઈનમાં આગળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક આસમીઓએ પેશકદમી કરીને ખુલ્લી જગ્યામાં દબાણ કરતા હોવાની રજૂઆતો થઈ છે જે જગ્યા માટેનો 2001 થી કોર્ટમાં કેસ ચાલે છે.

ત્યાં થતા દબાણ અંગે પૂર્વ નગરપાલિકા સભ્ય અને વિપક્ષ રજુઆત કરીને દબાણ કરતા આસામી સામે રૂકજાવનો આદેશ કરી મહેશભાઈ લાલાણી અને મુકેશ જાનીએ કાર્યવાહી કરવાની માંગ કરી છે આ અંગે મહેશભાઈએ જણાવ્યું હતું કે સિહોરના ટાણા ચોકડી વિસ્તારમાં પેવન તરીકે ઓળખાતી જગ્યાનો કેસ કોર્ટમાં ચાલે છે મહત્વની ગણાતી જગ્યાનો 2001 થી વાદ વિવાદો ચાલે છે જોકે કેટલાક આસામીઓ અહીં ઉતરોતર દસ્તાવેજો કરીને જમીનમાં મકાન ફ્લેટ અને દુકાનો બનાવવાની પેરવી કરી રહ્યા છે ડુંગરાઓ ખોદિને કેબીનો મુકવાની પેરવીમાં હોઈ તેને અટકાવવા માંગણી કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here