પ્રથમ તબક્કાના 51 કરોડના ગટર પ્રોજેક્ટમાં અડધા સિહોરમાં લાઈનનો જ નખાઈ નથી તો બીજા તબક્કાનું કેવી રીતે શરૂ થાય.? માનો કે વિપક્ષના સભ્યો વિરોધ કે રજૂઆતો કરે પણ શાસક પક્ષના સભ્ય મીડિયાના કેમેરા સામે બોલે ત્યારે વાતમાં તથ્ય લાગે

તાકીદે શરૂ થયેલું કામ અટકાવો, વિજિલન્સ તપાસ શરૂ છે, ભાજપ કોંગ્રેસના નગરસેવકો કહે છે પહેલા તબક્કામાં 51 કરોડના પ્રોજેકટમાં અડધા સિહોરમાં લાઈનો જ નથી નખાઈ, કોઇ પણ સંજોગે કામ અટકાવો નહી તો હવે આંદોલન : મુકેશ જાની

બ્રિજેશ ગોસ્વામી
સિહોર નગરપાલિકામાં રામ રાજ્ય જેવી સ્થિતિ હોઈ તેવું દેખાઈ છે અહીં એકવાર માની લઈએ કે વિપક્ષ કે કોંગ્રેસના સભ્યો વિરોધ અથવાતો રજૂઆતો કરે પરંતુ જ્યારે વિપક્ષ સાથે શાશક પક્ષના સભ્ય વિપક્ષની વાતમાં સુર પુરાવે મીડિયાના કેમેંરાની સામે બેબાક રીતે ખુલ્લીને બોલે ત્યારે વિપક્ષની વાત કે રજૂઆત તથ્ય અને વધુ સત્યની નજીક હોવાનું લાગે છે સિહોરમાં આમ તો ગટર પ્રોજેક્ટનો વિવાદ નવો નથી ગટર યોજનાની પાછળ કરોડો રૂપીયાનો ખર્ચ કર્યા બાદ પણ અધુરી કામગીરી કરી હોવાના મુદ્દે વિઝિલન્સ તપાસ ચાલુ હોવા છતાં તંત્રવાહકો દ્રારા બીજા તબક્કાનું કામ શરૂ કરાતા નગરસેવકોમાં ભારે રોષ ભભૂકયો છે અગાઉ રૂા ૫૧ કરોડની માતબર રકમના ખર્ચે સિહોર શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ કરી શહેરને દુષિત અને ગંદા પાણીમાંથી મુકિત આપી લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી સરકારે આ યોજના અમલમાં મુકી હતી.

પરંતુ એજન્સી અને અગાઉના અધિકારીઓ અને શાસકો દ્વારા કોન્ટ્રાકટર સાથે મીલીભગત કરી સંપૂર્ણ યોજના રફેદફે કરી નાખી હતી હાલ પણ કેટલાક વિસ્તારોમાં આ લાઈનો નખાઈ નથી તદ ઉપરાંત પમ્પીંગ સ્ટેશન કાર્યરત નથી એકસપ્રેસ લાઈન ન નાખી પ્લાન્ટ સુધી શહેરનું ગંદુ અને દુષિત પાણી પહોંચાડવા અંગેની કોઈપણ જાતની વ્યવસ્થા નથી ત્યારે ઉભરાતી ગટરોનો ગંભીર પ્રશ્ન સતાવી રહ્યો છે શાસકો દ્વારા ઠરાવથી સર્વાનુમતે વિઝિલન્સ તપાસની માંગણી કરાતા તપાસ હાલમાં ચાલુ છે તેમ છતાં પ્રથમ તબકકાનું કામ પૂર્ણ થયુ નથી અને બીજા તબકકાની કામગીરી શરૂ થતાં વિપક્ષ મુકેશ જાની, કિરણભાઈ ઘેલડા, સાથે શાસક પક્ષના સભ્ય દીપશંગભાઈ રાઠોડે મેદાનને પડ્યા છે સમગ્ર મામલે બાયો ચડાવી તાકીદે આ કામ બંધ રાખવાની માંગણી સાથે આવતા દિવસોમાં આ મુદ્દે આંદોલન કરવાની પણ તૈયારીઓ દર્શાવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here