બોલો સિહોર નગરપાલિકા ચેરમેન દીપશંગભાઈ રાઠોડ કહે છે અમને માહિતી મળતી નથી, આ કેવું.?

નગરપાલિકા એન્જીનીયર કાતરિયાની તાકીદે બદલી કરવા ઉગ્ર માંગ સાથે રજુઆત, મહિલા એન્જીનીયર કાતરિયા આઠ દિવસમાં એક દિવસ નોકરી પર આવે છે, ત્રણ ત્રણ એન્જિનિયર છતાં લોકોના કામો ટલ્લે ને ટલ્લે, રાઠોડ અને જાનીની જોડી ફરી મેદાને

હરેશ પવાર
સિહોર નગરપાલિકાના ટી.પી. કમીટીના ચેરમેન દિપસંગભાઈ રાઠોડ ધ્વારા લેખીતમાં આવેદન પત્ર આપી ચીફ ઓફીસર પાસે હાલમાં ચાર્જમાં મુકવામાં આવેલ એન્જીનીયર દિવ્યાબેન કાતરીયાની તાકીદે બદલી કરવા અંગે માંગણી કરતા મામલો ટોક ઓફ ટાઉન બન્યો છે. છેલ્લા ઘણા સમયથી ટી.પી , કમીટીના ચેરમેન દિપશંગભાઈ રાઠોડ પોતાના વિભાગના કર્મચારીઓ સહકાર ન આપતા હોય તેવી ફરીયાદ અવાર નવાર અધિકારીને ક૨તા હોવા છતા કોઈ પરીણામ ન મળતા તેઓ જણાવેલ કે સરકાર ખુબ જ સારી ભાવનાથી આમ જનતાને પોતાના મકાનના બાંધકામ અંગે ધકકા ન થાય.

નીચલા સ્તરે બાંધકામ મંજુરીમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોય તે રોકવાના આશયથી ઓનલાઈન ઓફલાઈન પધ્ધતિ દાખલ કરેલ છે.તેમછતા નીચે બેઠેલા સત્તાધીશો અધિકારીઓના મીલીભગતથી એનકેન પ્રકારે સામાન્ય માણસના ખીસ્સા ખંખેરવાની પધ્ધતિ હાલમાં ચાલું હોય જેથી દિપસંગભાઈ રાઠોડે આ બાબતની ગંભીરતા લઈ છેલ્લા બે માસથી સિહોરમાં ચાલતા નવા બાંધકામ અંગેની માહિતીનું પ્રકરણ એન્જીનીયર પાસે માંગતા લાગતા વળગતા લેભાગુઓ દ્વારા આ પ્રકરણ નહી આપવા જણાવતા ટી.પી , ચેરમેન દરજજાના વ્યક્તિને આજદિન સુધી આવા પ્રકરણો આપેલ નથી.

સમગ્ર બાબતનો અંદાજ આવી જતા દિપસંગભાઈ રાઠોડે જણાવેલ કે લાખો રૂપીયાનો પગાર ચુક્વવા છતાં.એકપણ સીનિયર એન્જીનીયર કાયમી ફરજ ઉપર આવતા ન હોય કોઈપણ ગુનાહિત બાબત બને તો તેની સંપૂર્ણ જવાબદારી કોની ? પ્લાન મંજુર કરવા કે કમ્પ્લીશન સર્ટી.ની બાબત એવી છે કે ઓનલાઈન મંજુર થયેલા પ્લાન ઓફલાઈનમાં સ્થળ ઉપર પ્લાન વિરૂધ્ધ કામ ચાલતું હોય તેમ છતા આ બાબતના રીપોર્ટ અમારી સુધી આવતા ન હોય , અને તેની પાછળ ભ્રષ્ટાચાર થવાની શંકા રહેલી છે .

તેમજ સિહોરના ટાઉન પ્લાનીગ વિરૂધ્ધ કામ ચાલતા હોય તો ટ્રાફીકની અવ્યવસ્થા ઉભી થવાની સંભાવના છે . જેથી તાત્કાલીક અસરથી ચાર્જમાં રહેલ દિવ્યાબેન કાતરીયાને છુટા કરવામાં આવે અને નગરપાલિકાના કાયમી એન્જીનીયર કે જે બીજા વિભાગમાં લોન ઉપર મુકવામાં આવેલ છે તેને પરત પોતાની ફરજ ઉપર પાછા બોલાવવામાં આવે અન્યથા ઓફીસર વિરૂધ્ધ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવી પડશેની ચીમકીઓ ઉચ્ચરાઈ છે

બોક્સ..

સમગ્ર મામલે વિપક્ષના મુકેશ જાનીએ કહ્યું કે

છેલ્લા કેટલાક સમયથી સિહોર નગરપાલિકામો વહીવટ ભ્રષ્ટાચાર માં દલદલ માં ખૂંચી ગયો છે. પ્રજાના કરોડો રૂપિયા પોતાના ખિસ્સા ભરવામાં શાસકો અને અધિકારીઓ રસ દાખવી રહ્યા છે. સિહોર નગરપાલિકાના ઇ.ચાર્જ એન્જિનિયર અઠવાડિયામાં બે જ દિવસ આવતા હોવાથી લોકોને નગરપાલિકા ના દાદર જ ગણવા પડે છે. સિહોર નગરપાલિકા ના ૪૫ હજાર ના પગારદાર એન્જિનિયર છેલ્લા બે વર્ષથી પ્રાદેશિક કમિશનર માં સેવા આપી રહ્યા છે જેમને પરત બોલાવી કેવા અનેક વખત રજુઆત કરવામાં આવી છે. હાલ પાલિકાના ત્રણ કર્મચારીઓ એન્જિનિયર તરીકે ફરજ બજાવી રહ્યા હોવ છતાં નક્કર કામગીરી દેખાઈ નથી. રહી. લાખો રૂપિયાનો પગાર વેડફાઈ રહ્યો છે. હાલમાં ઓનલાઈન ઓફલાઈન પદ્ધતિ આવતા ભ્રષ્ટાચારિયોના પગ નીચે થી જમીન સરકી ગઈ છે. ત્યારે હાલમાં રહેલા ઇન.એન્જિનિયર કાતરિયા ને બદલી કરવા માટે જે લેખિત રજુઆત દીપશનગભાઈ એ કરી છે તો અમેં તેમની સાથે છીએ અને તેમની તાકીદે બદલી કરવા માટે જો તંત્ર હરકતમાં નહિ આવે તો ઉચ્ચ સ્તરે પણ રજુઆત કરવામાં આવશે.

સળગતા સવાલ

– શાશક પક્ષના ચેરમેન એવું કહે અમને માહિતીઓ મળતી નથી આ કેવા પ્રકારનો વહીવટ
– દિવ્યાબેન આઠ દિવસમાં એક દિવસ નોકરી પર આવે છે આ કેવું.?
– એન્જીનીયરો પાછળ હજારોના પગાર ચુકાય છે પૈસા પ્રજાના છે કેમ પૂરતું કામ લેવાતું નથી
– વિપક્ષ એવું કહે અમને માહિતી મળતી નથી તો સમજી શકાય પરંતુ શાશક પક્ષના ચેરમેન એવું કહે અમનેય માહિતીઓ મળતી નથી ત્યારે આ કેવા પ્રકારની સ્થિતિઓ ઉભી થઇ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here