મચ્છર-પાણીજન્ય રોગચાળો ફેલાતા હાલાકી વધી તંત્રમાં રજૂઆતો છતાંય મરામતના કામ માટે કોઇ આવતું ન હોવાની ફરિયાદ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના વિસ્તારો ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે સિહોરમાં સુરકાના દરવાજાના નાકે જ ગટરોના ગંદા પાણી ઉભરાઇ રહ્યા છે. અસહ્ય દુર્ગંધ અને ગંદકી વચ્ચે લોકોની અવર-જવર રહે છે. લોકોની રજૂઆતો છતાંય તંત્રના અધિકારીઓ મરામતનું કામ કરવા પણ આવ્યા નથી હાલમાં ઉનાળાની ગરમી સાથે ઝાળા-ઉલટી, તાવ સહિતના રોગ વકરી રહ્યા છે. પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. સુરકા દરવાજાના નાકે જ ઉભરાતી ગટરો સ્થાનિક લોકો માટે મોટી સમસ્યા બની ગઇ છે.

મચ્છરોનો ઉપદ્રવ અને ઘરોમાં નળમાં દુષિત પાણી આવવાની ફરિયાદો વચ્ચે લોકો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનો ભોગ બની રહ્યા છે આ સમસ્યા ઘણા લાંબા સમયથી પ્રવર્તી રહી છે સ્થાનિકો દ્વારા કોર્પોરેટરો અને તંત્રને ધ્યાન દોરવા છતાં આજદીન સુધી કોઇ જોવા પણ આવ્યું નથી.ગટરો બેક મારી રહી હોવાથી ખાસ કરીને સવારમાં ગટરો ઉભરાઇને રોડ પર નદીના રેલાની જેમ જતી હોય છે. લોકોને નીકળવું મુશ્કેલ બની રહે છે.આ સ્થિતિમાં તંત્ર દ્વારા લોકહિતમાં આ ગટરની મરામત કરીને લોકોને આ મુસાબતમાંથી છૂટકારો અપાવવાની માંગણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here