શા માટે પ્રજાના પૈસાના પૈસા આ રીતે વેડફો છો – કેટલાક ફાઉન્ડેશનના અભાવે ધરાશાયી થયા છે મોટાભાગના સ્ટેન્ડોની હાલત ખરાબ છે
હરેશ પવાર
સિહોર નગરપાલિકા સાફ સફાઈના નામે લાખ્ખોની રકમનું આંધણ કર્યા પછી પણ શહેરની સફાઈ સ્થિતિ સુધરતી નથી તે હકીકત છે દિવસે દિવસે સ્વચ્છતા પ્રત્યે લોકો અને સરકારી તંત્ર વધુને વધુ સજાગ અને સતર્ક બની રહ્યા છે. સિહોર નગરપાલિકાએ ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટે વાહનો શરૂ કર્યા. કેટલાક વિસ્તારોમાં કચરો એકત્ર કરવા માટે સ્ટેન્ડ પણ મૂકાયા.પરંતુ કેટલાક સ્ટેન્ડમાં ફાઉન્ડેશન કારણે તો કેટલાક સ્ટેન્ડોની હાલત ખરાબ થતી જોવા મળે છે સિહોર નગરપાલિકા દ્વારા શહેરને સાફ સુથરું બનાવવા માટે શહેરના કેટલાક વિસ્તારોમાં સ્ટેન્ડ પણ મૂકાયા. પરંતુ સિહોરના તમામ વોર્ડ વાઇઝ ભીના અને સૂકા કચરા માટેના સ્ટેન્ડ તો મૂકવામાં આવ્યું. પરંતુ આ સ્ટેન્ડ મૂકાયાના થોડાજ સમયમાં હાલત બદતર થઈ ગઈ છે.
આ કામમાં ભ્રષ્ટાચાર થયાની શંકા સેવી રહ્યા છે. જયાં સ્ટેન્ડ લગાવવામાં આવ્યું છે કેટલાકને ફાઉન્ડેશન જ નથી જ્યાં ફાઉન્ડેશન છે ત્યાં ભીના અને સૂકા કચરા માટે ડોલ નથી જ્યાં બન્ને છે ત્યાં હાલત ખરાબ છે ત્યારે સવાલ અહીં એ થાય કે કયા કારણે આ રીતે પ્રજાના પૈસાઓ વેડફાટતા હશો તંત્રની આ કામ બાબતે ઢીલી નીતિ સામે આવી છે નગરપાલિકા આ બાબતે સજાગ હોય તો આવી નોબત જ ન આવે. જો સિહોરને સાફ અને સ્વચ્છ બનાવવું હોય તો નગરપાલિકાએ આ દિશામાં કોઇ નકકર પગલાં ભરવા પડશે અને કસુરવાર સામે લાલ આંખ પણ કરવી પડશે તો જ સિહોર સાચા અર્થમાં રળિયામણું નગર બની શકશે.