ગઈકાલે ડીમોલેશન બાદ હૈયા હચમચીયા જાય તેવી રજૂઆતો આજે થઈ, લારી ગલ્લા ધારકોએ કહ્યું અમારા પરિવારના પેટ ભૂખ્યા છે અમે બે હાથ જોડીએ છે અમને નિરાંતે ધંધો કરવા દયો

હરેશ પવાર
સિહોર નગરપાલિકા દ્વારા ગઈકાલે ડીમોલેશન બાદ આજે લારી ગલ્લા ધારકોએ ફરી ધંધો કરવા દેવા માટે રજૂઆતો કરી છે રજૂઆત વેળાએ વિપક્ષના મુકેશ જાની કરીમભાઈ સરવૈયા અને ભરત રાઠોડ પણ જોડાયા હતા રજુઆત કર્તાઓનું કહેવું છે નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાના બહાના હેઠળ જે જગ્યાએ ટ્રાફીક સમસ્યા ન હોય તેવી જગ્યા ઉપર અમો હાલમાં પેટીયું રળવા માટે લારી ગલ્લાઓ મુકી અમારા પરીવારનું ગુજરાન ચલાવીએ છીએ

અમારી પાસે કોઈ આર્થિક જોગવાઈ નથી કે અમો મોંઘા ભાવની દુકાનો લઈ રોજગાર મેળવી શકીએ હાલમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીને લઈને અમારા ધંધા રોજગારને ખુબ જ મોટી અસર થવા પામી છે પડયા ઉપર પાટુ જેવો ઘાટ આપના દબાણ હટાવ ઝુંબેશથી અમારો થયો છે સિહોર નગરપાલિકા હદ વિસ્તારમાં રેવન્યુના નદી નાળાઓ કે જયાં મુખ્ય બજારો પણ આવેલી હોય તેમજ મુખ્ય બજારમાં પન્ન ઘણા જ દબાણ હોય જો ખરેખર ટ્રાફીક સમસ્યાને ધ્યાનમાં લઈ અને તે હેતુથી કાર્યવાહી કરવામાં આવતી હોય

તો આ કાર્યવાહી તેવી જ જગ્યા ઉપર કરવામાં આવે તો યોગ્ય ગણાય અમો આ ધંધા સાથે સંકળાયેલ હોય તે બાબતનો વિરોધ કરતા નથી પરંતુ અમે જે જગ્યાએ ધંધો કરીએ છીએ તે ભાવનગર – રાજકોટ હાઈવે પેવનથી લઈને સુરકાના ડેલા સુધીમાં કોઈપણ જાતનો ટ્રાફીક એકત્રીત થતો નથી તેમજ બીજા કોઈપણ જાતની નગરપાલિકાને અડચણ થાય તેવી જગ્યા નથી તેમ છતા નગરપાલિકાને ભવિષ્યમાં આ જગ્યા ઉપર કોઈ વિકાસને લગતી કામગીરી કરવાની થશે

તો અમો ચોકકસ આ જગ્યા ખાલી કરી આપીશું પણ હાલમાં કોઈપણ જાતની અમારી આ અંગેની તૈયારી ન હોય અને એકદમ જ આપના તરફથી લારી ગલ્લાઓ હટાવવામાં આવતા અમારી પરીવાર હતપ્રત થઈ ગયા છીએ અને અમારા પરીવારનું ભરણ પોષણ કેમ કરવું તે અંગેની સમસ્યા સતાવી રહી છે. અમારી લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી અમારી આર્થીક સંકડામણને પોતાની અંગત લાગણી સમજી તાત્કાલીક અસરથી અમોને અમારી જગ્યા ઉપર ધંધા રોજગાર કરવા દેવા માટે રજૂઆતો કરી થઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here