એક તરફ સ્વચ્છતા અને કોરોનાના પાઠ ભણાવવા નીકળે છે એજ તંત્ર સુધરતું નથી, કોરોનાની આફત તળી નથી ત્યાં ગંદા પાણીના વિતરણ સામે શહેરમાં મોટી આફતનો તોળાતો ખતરો

હરેશ પવાર
કોરોના વચ્ચે અનફિલ્ટર્ડ પાણીથી રોગચાળાની ભીતિ, અનેક સોસાયટી અને વિસ્તારોમાં દુર્ગંધયુકત પાણીનું વિતરણ થઇ રહ્યુ છે.સિહોર નગર પાલિકા નાગરિકો પર ઝેરનાં પારખા કરી રહી છે, શહેરના અનેક વિસ્તારોમાં ડહોળું પાણી વિતરણ થઈ રહ્યું છે અને રોગચાળાની દહેશત ઉભી થઇ છે ગત વર્ષે ગૌતમેશ્વર તળાવ ત્રણ ત્રણ વખત ઓવરફલો થતા છતાં અને હજુ પણ ગૌતેમેશ્વર તળાવમાં પૂરતું પાણી હોવા છતાં

તંત્ર ફીલ્ટર્ડ કર્યા વગરના પાણીનુ વિતરણ કરવામાં આવતા સિહોર શહેરમાં પાણીજન્ય રોગચાળો પ્રસરે તેવી દહેશત ઉભી થઇ છે ફિલ્ટર્ડ કર્યા વગરના દુષિત પાણીના ઉપયોગથી સિહોરના અનેક વિસ્તારોના રહિ‌શો રોગચાળાના ભરડામાં સપડાઇ રહ્યા છે. આ દુષિત પાણીના પ્રશ્ને તંત્ર વહેલી તકે નહિ‌ જાગે તો રોગચાળો સિહોરને ભરડો લઇ લેશે તેવી ભીતિ સેવાઇ રહી છે.

ફીલ્ટર વગરનું પાણી વિતરણ કરવામાં આવતા સિહોરમાં પાણીજન્ય રોગો થવાની દહેશત ઉભી થવા પામેલ છે. સિહોરવાસીઓમાં પણ ફીલ્ટર વગરનું દૂષિત પાણી વિતરણ કરાતા હોવાની રાવ ઉભી થવા પામેલ છે. આ ફીલ્ટર વગરના પાણીથી પાણીજન્ય રોગો જેવા કે કમળો,ટાઇફોઇડ અને તાવ,પેટના રોગો થવાની દહેશત ઉભી થવા પામેલ છે.ત્યારે કોરોનાની સુફયાણી સલાહો આપે છે.

એજ પાલિકાનું તંત્ર સુધરતું નથી અહીં લોકો સાથે ઝેરના પારખા થઈ રહ્યા છે. સિહોરની નગરપાલિકા એવી નગરપાલિકા છે કે જે લોકોને પાયાની સુવિધા આપવામાં લગભગ કાયમ માટે ઊણી ઊતરી હોય એવું નગરજનોને લાગે છે. તૌકતે વાવાઝોડા બાદ સિહોરના મોટાભાગના વિસ્તારોમાં દુષિત પાણી વિતરણ થતું હોવાની વ્યાપક ફરિયાદ ઊઠવા પામી છે. અને આ અંગે નગરજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here