સિહોર શહેરમાં કોઈ પણ સમસ્યા કે અસુવિધા હોઈ તો અમારો સંપર્ક કરો : વિપક્ષની નવી પહેલ

લોકોમે મુર્ખ બનાવી મતો અંકે કર્યા, લોકો પ્રાથમીક સુવિધા માટે પણ ટળવળે છે, કોઈ પણ ફરિયાદ હોઈ તો અમારા સુધી પોહચાડો, જનતા જાગૃત થાય : મુકેશ જાની

બ્રિજેશ ગોસ્વામી
સિહોર શહેર માટે એક સારા સમાચાર મળ્યા છે નગરપાલિકામાં કોંગ્રેસ માંથી ચૂંટાયેલા સભ્યોએ એક નવી પહેલ કરી છે અને શહેરની કોઈ પણ સમસ્યા હોઈ તો વિપક્ષના સભ્યો સુધી પોહચાડવા માટેનું શહેરની જનતાને આહવાન કર્યું છે આ અંગે મુકેશ જાનીએ વિગતોએ વિગતો આપતા જણાવ્યું હતું કે નગરપાલિકાના સત્તાધીશો ચુંટણી સમયે વાયદાના વાવેતર કરી લોકોને મુર્ખ બનાવી મતો અંકે કરી સત્તા હાંસલ કરી લીધી પરંતુ વહીવટી સુઝબુઝના અભાવને લઈને હાલમાં સિહોરની જનતા રોજબરોજના સુખાકારીના પ્રશ્ન ત્રાહીમામ પોકારી ગઈ છે.

જેમકે રોજબરોજ દરેક વિસ્તારોમાંથી ઉભરાતી ગટરો ગૌતમી નદીમાં ખુલ્લી ગટરગંગા વહેતી હોય , આજુબાજુના વિસ્તારોને મચ્છરોનો ત્રાસ નબળી ગુણવત્તાના માલસામાનથી બનતા રોડ રસ્તાને લઈને રોડ ઉપરના સરીયાથી થતા અકસ્માતો તેમજ પાણીની અનિયમિતતા ઓછા પ્રેશરથી પાણી મળવું તેમજ ગંદુ અને દુષિત લોકોને પીવામાં ન ચાલે તેવું પાણી સપ્લાઈ કરવાનું અને હાલમાં તાઉતે વાવાઝોડા પછી છેલ્લા બે માસથી દરેક વિસ્તારમાં સ્ટ્રીટલાઈટોને લઈને અંધારપટ છવાયેલ હોય લોકો પરેશાન થઈ ગયા છે સિહોર નગરપાલિકાની મુખ્ય જવાબદારીઓ પૈકી નળ , ગટર અને લાઈટ જેવી સુવિધાઓ મુખ્યત્વે પુરી પાડવાની હોય છે.

પણ સત્તામાં આવ્યા પછી સત્તાનો અહમ અને લોકોની ભાજપ તરફી લગાવને લઈને આ સત્તાધીશો બેફામ બની ગયા છે .પ્રજાએ વિપક્ષની જવાબદારી માટે કોગ્રેસ પક્ષના સભ્યો ચુંટેલા છે . સમયાંતરે આપ પ્રજાજનોએ જે જવાબદારી અમારામાં મુકવામાં આવેલ છે તે જવાબદારી અમો નિભાવવા પ્રયત્નશીલ છીએ પરંતુ સરકારમાં બેઠેલા અધિકારીઓ પણ ચીઠીના ચાકર હોય તેમ અમારી બાબતને ધ્યાનમાં લીધા સીવાય પગલાં લેતા ન હોય સત્તાધીશો બેફીકરાઈથી તેમની મનસુફીથી વહીવટ કરી પોતાના અંગત આર્થીક હતો સિધ્ધ કરવા સરકારશ્રીના નાણાંનો બેફામ દુરઉપયોગ કરતા રહે છે આવી પરિસ્થિતિમાં જનતા જનાર્દન છે.

માત્ર પ્રજાને મુરખ સમજી સરકાર તમારે દ્વારે કે મે આઈ હેલ્પ યુ જેવા તાયફાઓ કરી કોઈપણ જાતની આગળની કામગીરી કરતા નથી હાલમાં મે આઈ હેલ્પ યુ ના બહાના હેઠળ નગરપાલિકામાં ૦૨૮૪૬-૨૨૨૦૨૪ ઉપર ફરીયાદ કરવાથી તાત્કાલીક ફરીયાદ નિવારણનું કામ થાય છે તેવા બણગાં આ શાસકો ફેંકી રહ્યા છે ત્યારે ઉપરોકત જે કાંઈપણ ફરીયાદ હોય તે અમો વિપક્ષના સભ્યો સુધી પહોચાડો તેમજ ઉપરોકત ફોન નંબર ઉપર આપની ફરીયાદ પણ લખાવો જેથી સત્તાધીશોને ભાન થાય જનતાની જાગૃતી પણ લોકશાહીમાં જરૂરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here