કાર્યક્રમોમાં હાજરી આપશો તોજ હાજરી પુરાશે તેવા મૌખિક આદેશો છૂટ્યા, લોકો હવે કંટાળ્યા છે, કાર્યક્રમોમાં લોકો જતા નથી, ભીડ દેખાડવા નગરપાલિકાના કર્મચારીઓનો ઉપયોગ થઈ રહ્યો છે, અહીં હિટલરોનું શાશન, મુકેશ જાની

હરેશ પવાર
રાજય સરકાર દ્વારા ઉજવવામાં આવી રહેલા સુશાસન સપ્તાહની ઉજવણી થઇ રહે છે જે અંતર્ગત સિહોરમાં પણ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે નગરપાલિકા વિપક્ષ દ્વારા તેને રાજકીય તાયફા સમાન ગણાવી મુકેશ જાનીએ જણાવ્યું હતું કે રાજયની ભાજપની રૂપાણી સરકારની પાંચ વર્ષની ઉજવણીના તાયફાઓ કરી ભાજપની સરકાર અને તેના નેતાઓ કોરોના કાળમા જે નિષ્ફળતાઓ છે તેને છુપાવી પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સમગ્ર દેશની જનતા મોંઘવારી મહામારી મંદી, અને બેરોજગારી સામે ઝઝુમી રહી છે ત્યારે ઉત્સવ પ્રિય સરકાર લોકોને રાહત આપવાના બદલે કરોડો રૂપિયાના ખર્ચે પોતાની વાહી.. વાહી… કરી રહ્યા છે

અને રાજયના સમગ્ર વહીવટી તંત્ર ને અન્ય લોક ઉપયોગી કામો બાજુ પર મુકી સરકારની ખોટી પ્રસિધ્ધીના કાર્યમાં જોતરી દીધુ છે ત્યારે સિહોરમાં સુખાકારી દિવસના નામે તાયફાનો આઠમો અધ્યાય પુરો થયો જેમાં ભુખ્યા ભજન ના ગોપાલા પ્રજાના પરસેવાના પૈસે તાગડધીના જમવામાં જગલો ફુટવામાં ભગલો તેવો કટાક્ષ કરીને વધુમાં કહ્યું હતું કે નગરપાલિકાના શાસકોએ ગઈકાલે હિટલરશાહીથી ગેરકાયદેસર સુખાકારી દિવસના સરકારી કાર્યક્રમની પાછળ જનરલ સભાની મંજુરી લીધા

વગર રોડના લોકાર્પણ ના બહાના હેઠળ ખર્ચ પૈટે આ કાર્યક્રમમાં એક હજાર કરોડના ચેક ઓનલાઈન અર્પણ વિધીનો હતો પણ આ કાર્યક્રમ માં લોકો આવતા નથી જેથી સંખ્યા એકઠી કરવા આ કાર્યક્રમ નગરપાલિકા નો હોય તેવો દેખાડો કરી અને નગરપાલિકા ના કર્મચારીઓ ફરજીયાત હાજર રહેવાનો આદેશ કરવામાં આવેલ અને આ કર્મચારીઓને કે નિમંત્રણ પત્રિકામાં ભોજન સમારંભ અંગેનો ઉલ્લેખ સુધ્ધા કરવામાં આવેલો ન હતો અને સફાઈકામદારો સવારના છ વાગે આવેલા તેમ છતાં તેઓની હાજરી પુરવામાં આવી ન હતી અને કાર્યક્રમ માં હાજર રહેશો તો જ હાજરી પુરાશે તેવું આદેશો મૌખીક છોડવામાં આવ્યા હતા

આમ પ્રમુખશાહીના દર્શન કર્મચારીઓને થયેલા જમવામાં જગલોને ફટવામા ભગલો જેવો છાટ તો ત્યારે થયો કે આ કર્મચારીઓને જમાણવાર અંગેની જાણ કરવામાં આવેલ ન હોવાથી સવારના આવેલા કર્મચારીઓએ ધરે જઈને જમ્યા અને આ કાર્યક્રમ માં ભાજપ સંગઠન અને વહિવટી સ્ટાફના લોકોએ લાભ લીધો અગાઉ પણ એક કાર્યક્રમમાં દિનદયાળ ઉપાધ્યાય ના પુણ્યતિથિ ના રોડનુ નામ આપી લોકાર્પણ નો કાર્યકમ રાખલ પણ પોતાના નેતાની તારીખ ન મળતાં બીજા દિવસે કાર્યક્રમ રાખેલ આમ આજના કાર્યક્રમ માં પણ લોકાર્પણ સમયે મંત્રીશ્રી હાજર રહેલ નહિ તો પછી આ તાયફો કરવાની શી જરૂર હતી તેવો વૈધિક સવાલ વિપક્ષે કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here