સિહોર નગરપાલિકાના કર્મચારીઓએ સવારથી કચેરીના દરવાજા પાસે ન્યાય માટેની ગુહાર લગાવી બેસી ગયા : આખરે સંપ અને એકતાનો અવાજ શાસકોના કાન સુધી બરાબર ગુંજયો

હરેશ પવાર
સિહોર નગરપાલિકાના કર્મચારીના ન્યાય માટેની લડતનો મામલો બરાબર મેદાને પડ્યો છે આજે સવારથી નગરપાલિકાના કર્મચારીઓ હડતાલ પર ઉતરી જઈને કચેરીના મુખ્ય દરવાજા પાસે બેસી ન્યાય માટેની ગુહાર લગાવી હતી સફાઈ કામદારોની માંગ સાથે હડતાલ પર ઉતરેલા કર્મીઓના સમર્થનમાં અન્ય વિભાગોના કર્મચારીઓ જોડાયા હતા જોકે બપોર સુધીમાં સંપ અને એકતાની ગુહાર બરાબર શાસકોના કાન સુધી અથડાઈ હતી અને આખરે કર્મચારીના પ્રતિનિધિ મંડળ સાથે સંવાદ કરીને કર્મચારીના પ્રશ્નો ઉકેલ માટેની ખાતરી આપી છે.

નગરપાલિકામાં છેલ્લા વિસ વર્ષથી રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને અન્યાય થઇ રહ્યો હોવાનો અહેસાસ થઈ રહ્યો છે કામદારોને રજા પગારમાં વિસંગતતા છે ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓને રજ પગાર મળે છે અને શહેરની સફાઇ કરતાં સફાઇ કામદારોને રજા પગાર મળતો નથી સરકાર દ્વારા ૭૨ રૂપિયાનો મિનિમમ વેજિસમાં વધારો કરાયો અને તેનો લાભ સિહોર નગરપાલિકાના કામદારોને મળ્યો નથી પગાર વધારો કરવાને બદલે આ મહિને કામદારો અને કર્મચારીઓના એક હજાર રૂપિયા પગાર કપાત કરવામાં આવી જે યોગ્ય નથી કામદારોને અન્યાય થયો હતો.

તેના અનુસંધાને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા અગાઉ પગપાળા યાત્રા કરવામાં આવી હતી અને છતાં પણ કામદારોને ન્યાય નહીં મળતા આજે સવારથી નગરપાલિકાના મોટાભાગમાં કર્મચારીઓ હડતાલ પર ઉતરી જઈને નગરપાલિકા મુખ્ય ગેટ પાસે જ માવજી સરવૈયાની આગેવાનીમાં ઘરણા પર બેસીને પોતાના ન્યાય માટેની ગુહાર લગાવી હતી વહેલી સવારથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે હડતાલ આગળ ધપી હતી કર્મચારીઓ દ્વારા સૂત્રચાર પોતાની માંગ પર અડગ હતા ૧૧ વાગ્યા આસપાસ કોંગ્રેસના મુખ્ય અગ્રણીઓ અને વિપક્ષના સભ્યોએ પણ અહીં છાવણીની મુલાકાત લઈ કર્મચારીના તમામ મુદ્દા અને અન્યાયની વાતમાં કોંગ્રેસ હમેશા સાથે હોવાનો દિલાસો આપ્યો હતો.

શહેરભરમાં સવારથી આ મામલો ટોક ઓફ ધ ટાઉન હતો આખરે કર્મચારીઓની એકતાની ગુંજ શાસકોના કાન સુધી પડી હતી કલાકોમાં જ કર્મચારી મંડળના પ્રતિનિધિ મંડળને રૂબરૂ બોલાવી તેમના સાથે સંવાદ કરીને વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની ખાતરી આપતા હડતાલનો સુખદ અંત આવ્યો હતો એટલે કહી શકાય કે આખરે સંપ અને એકતાનો અવાજ શાસકોના કાન સુધી બરાબર ગુંજયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here