જનસંપર્ક યાત્રા ભાજપની તો એનો ખર્ચ પાલિકા કેમ ભોગવે..? નગરપાલિકા ના સ્વંભંડોલ માંથી યાત્રાની જાહેરાત માટેના લીધેલા પૈસા તાકીદે વસૂલો : મુકેશ જાની અને કિરણભાઈ ઘેલડાએ કહ્યું લોકોના ટેક્સના પૈસાથી શા માટે જાહેરાતના બીલો ચૂકવો તમારા ખીસ્સામાંથી આપો

હરિશ પવાર
રાજ્યમાં ભાજપના શાસનમાં વિકાસ વધવાના બદલે ઉલટી દિશામાં ફંડાયો હોય એવું લાગે છે. જ્યાં જોવો ત્યાં ખરાબ રસ્તાઓ, વરસાદી પાણીના તળાવો, પીવાના પાણીની સમસ્યાઓથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે પોતાની પાર્ટીના આકાઓને ખુશ કરવા પોતાના ખિસ્સાના બદલે પાલિકા ભંડોલમાંથી રકમ ઉપાડતા સિહોર કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસ ના ધારદાર નેતા મુકેશ જાની એ જણાવ્યું હતું કે જન સંપર્ક યાત્રા એ પૂર્ણ રૂપે ભાજપની જ છે જે પ્રચાર કરવાના હેતુથી કાઢવામાં આવી છે.

તો તે યાત્રાની જાહેરાત ભાવનગર પ્રસિદ્ધ દૈનિક પત્રકમાં ૨૦ થી ૨૫ હજાર જેટલી રકમ આપીને નગરપાલિકા ના શાસકો દ્વારા આપવામાં આવી છે તો આ નગરપાલિકા ભંડોળ ના પૈસા પ્રજાના વિકાસ ના બદલે પોતાના પક્ષની વાહ વ્હાઈ કરવા માટે વપરાય છે ત્યારે હિટલર શાહી શાસનમાં પાલિકાના અધિકારીઓ પણ મૌન ધારણ કરીને બેઠા છે. સમગ્ર મામલે પ્રાદેશિક કમિશ્નર ને આ અંગે રજુઆત કરવામાં આવી છે અને પાલિકા ભંડોળ માંથી જનયાત્રા સંકલ્પ માં વપરાયેલ રકમ પરત ભંડોળ માં જમા કરવામાં આવે અને નહિ આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન ની ચીમકી કોંગ્રેસ દ્વારા ઉચ્ચારાઇ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here