થોડા દિવસ પહેલાં આખલાની હડફેટ રમેશભાઈનું અવસાન થયું હતું, રમેશભાઈને ચાર દીકરીઓ છે, નગરપાલિકા પ્રમુખે કહ્યું તે કરી બતાવ્યું, રમેશભાઈના પત્ની આજથી નગર પાલિકામાં નોકરી પર લાગ્યા

હરિશ પવાર
સિહોરમાં થોડા દિવસ પૂર્વે ખુટિયાની અથડામણમાં નિર્દોષ રમેશભાઈ બાબુભાઇ જોગીને અડફેટે લેતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. પરિવારના મોભી કે જેમના કુટુંબમાં ૪ દિકરીઓ અને પત્નીનું ભરણપોષણ કરનાર કોઈ નહિ રહેતા નિરાધાર બનેલ પરિવારને સહાય આપવા સિહોરના સામાજિક આગેવાનો સાથે નગરપાલિકા પ્રમુખ વી.ડી.નકુમ પણ આગળ આવ્યા હતા.

પ્રમુખ દ્વારા મૃતકના પરિવારની મુલાકાત કરીને આશ્વાસન આપીને જીવન જરૂરી સામગ્રી પુરી પાડી મૃતકના પત્નીને નગરપાલિકામાં નોકરી માટેનું વચન આપેલ. જે આજરોજ પ્રમુખ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકા ના કલાર્ક વિભાગમાં પ્યુન તરીકે ગં.સ્વ. ગીતાબેન રમેશભાઈ જોગીને નિમણૂક આપવામાં આવી હતી અને પરિવારનું ગુજરાન ચલાવવા માં યોગ્ય સમયે યોગ્ય મદદ પુરી પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એમ કહેવાય કે પાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમે બોલ્યું કરી બતાવ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here