વિક્રમભાઈ નકુમે રાજીપો વ્યક્ત કરતા કહ્યું સિહોર શહેરની પાણીની સમસ્યા હવે હલ થશે અને ભૂતકાળ બનશે ; પાણીની લાઈન માટે નળ સે જળ યોજના હેઠળ પોણા છ કરોડનો પ્રોજેકટ મંજુર ; ટેન્ડર પ્રક્રિયા શરૂ ; આવતા ચાર માસમાં પ્રોજેકટ પૂરો થશે ; શહેરના પ્રત્યેક નાગરિકને રોજજે પાણી મળે તેની ચિંતા અમે કરી છે
હરિશ પવાર
સિહોર માટે આજે ઘણા સમય પછી એક સારા સમાચાર આવ્યા અને એ પણ ગંભીર કટોકટીનો સામનો કરતી પ્રજા માટે પાણીની સમસ્યાનો જડમૂળથી અંત આવવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર નળ સે જળ પ્રોજેકટ મામલે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમે હરખના વાવડ આપીને રાજીપો વ્યક્ત કર્યો છે સિહોરની પાણીની સમસ્યા વર્ષો જૂની છે ૨૫ વર્ષ દરમિયાન જે પણ શાસકો આવ્યા તેમણે પાણી માટેની કોઈ સમસ્યા હલ ન કરી આજની તારીખે પણ પાણીના દેકારાઓ યથાવત છે જોકે હવે તે તમામ સમસ્યા ભૂતકાળ બનવા જઈ રહી છે.
આવતા નજીકના દિવસોમાં કરોડોનો પ્રોજેકટ હાથ ધરાશે અને પાણીની સમસ્યાનો અંત આવશે જ્યારથી વિક્રમભાઈ નકુમ પ્રમુખ બન્યા છે ત્યારથી શહેર માટેની ચિંતા કરી છે ખાસ શહેરમાં પાણીની સમસ્યાનો કઈ રીતે અંત લાવવો તેની ચિંતા રાત દિવસ કરી છે જ્યાંથી પ્રમુખપદે આવ્યા ત્યારથી સિહોરની જનતાને રોજજે પાણી કઈ રીતે મળે તેના સતત આયોજન તંત્ર અને અધિકારીઓ સાથે બેઠક રોજજે કર્મચારીઓ સાથે સંવાદ કરીને લોકોની સતત ચિંતા કરી છે.
પેચીદી સમસ્યાનો અંત લાવવા સરકારમાં રજુઆત કરી અને આખરે પોણા છ કરોડ રૂપિયાનો પ્રોજેકટ આજે મંજુર થયો છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નકુમે રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સિહોર શહેરની પાણીની સમસ્યા હવે હલ થશે અને ભૂતકાળ બનશે સરકારે શહેરના પ્રત્યેક નાગરિકની ચિંતા કરીને પાણીની લાઈન માટે પોણા છ કરોડ રૂપિયાનો પ્રોજેકટ મંજુર કર્યો છે આવતા એકાદ બે દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે અને આવતા ચાર માસમાં પ્રોજેકટ પૂરો થશે.
આ પ્રોજેકટ દરમિયાન સિહોરના વળાવડથી રાજીવનગર ખાતે આવેલ ૩૦ લાખ લોટર સુધી હેવી પાઇપ લાઈન નખાશે જ્યાંથી વોર્ડ એક બે અને ત્રણ સાથે વોર્ડ નં ચારના મોટભાગના વિસ્તારોમાં પાણી સપ્લાય થશે અને બાકીના વોર્ડ નં પાંચ, છ, સાત, આઠ, નવ વિસ્તારને હાલ જ્યાંથી પાણી સપ્લાય થાય છે ત્યારથી રાબેતા મુજબ થતું રહેશે શહેરની પાણી વિતરણ વ્યવસ્થા બે ઝોનમાં થઈ જશે ત્યારે આવતા દિવસોમ પાણીની મુખ્ય સમસ્યા હળવી થશે તેમ વિક્રમભાઈ જણાવી અંતમાં વિરોધીઓને ટોણો મારતા કહ્યું હતું કે શહેરના પ્રત્યેક નાગરિકને રોજજે પાણી મળે તેની ચિંતા અમે કરી છે અને કરતા રહીશું