નવા અધિકારી દિવ્યાંગ હોવાથી સહાયક તરીકે વીરભદ્રસિંહ ચૌહાણની નિમણૂક, કાયમી નિમણુંક આપવાનો ગણગણાટ

હરિશ પવાર
સિહોર નગરપાલિકા ખાતે મહારાષ્ટ્રના જયંત કિશોર મણકલે (IAS કેડર) પ્રોબેશન ચાર્જ સ્વતંત્ર હવાલો તરીકે સિહોર નગર પાલિકા સેવા સદન ખાતે હાજર થયેલ જેઓ એ ગઈ કાલે સિહોર ચીફ ઓફિસર કે.કે.સોલંકી સાથે રાખી પાલિકા કચેરીની મુલાકાત અને તમામ વિભાગ ના સુપર વાઇઝર તેમજ કર્મચારીઓ ને બોલાવી પરિચય અને કામકાજ અંગે માહિતી લીધી હતી, જેઓ આજરોજ મંગળવાર સવારે ૧૦ વાગે સ્વતંત્ર હવાલા સાથે પ્રોબેશનલ ચાર્જ સંભાળેલ તેઓ દિવ્યાંગ હોઈ દ્રષ્ટિ ન હોવાને કારણે વાંચી કે લખી શકે તેમ ન હોય જે ધ્યાને લઈ સરકારશ્રી તરફથી સાથે સહાયક તરીકે વિરભન્દ્રસિંહ .બી.ચૌહાણ ની નિમણુંક કરેલ વધુ માં જણાવતા ચાર્જ સાંભળતાં ની સાથે

જેઓ સરળ પણ કડક અધિકારી તરીકે ની ઓળખ આપી હોય તેમ જે પાલિકા ના સેવાસદન પાસે વાહનો આડેધડ હોય જે સાથે તમામ વાહનો પાર્કિંગ માં ફરજિયાત રાખવા આદેશ સાથે દંડ ની પણ જોગવાઈ રાખી છે.જેઓ એ તમામ વિભાગ ની કોઈપણ કામગીરી ચેમ્બર માં પહોંચાડવા આદેશ સાથે જણાવેલ કે કોઈપણ અરજદારો પોતાના કામ માટે ઝડપી કામગીરી અને યોગ્ય નિકાલ કરવાનો રહેશે અરજદારો માટે બેઠક વ્યવસ્થા,તેમજ પ્રાથમિક સુવિધાઓ આવશ્યક છે.તમામ શાખાના ના કામો ના રિપોર્ટ ફરજિયાત આપવા આદેશ કરેલ છે.જેઓ આમ જનતા માટે આવા અધિકારીઓ ને કાયમી નિમણુંક કરવાની તાતી જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here