મહિલા નગરપાલિકા પ્રમુખ અને નગરપતિના વિસ્તારમાં જ લોકોને પ્રાથમિક સુવિધા મળતી નથી, ચૂંટણી લડી હારેલા કોંગ્રેસના યુવા રાજુ ગોહેલે આક્રોશ વ્યક્ત કર્યો
દેવરાજ બુધેલીયા
સિહોર વોર્ડ નં ૭ એ નગરપાલિકા પ્રમુખ અને મહિલા નગરપતિ દીપ્તિબેન ત્રિવેદીનો વોર્ડ છે જેઓ ત્યાંથી લોકોના મતો લઈ ચૂંટાયા છે અને નગરપતિ બન્યા છે અને અહીંથી ચૂંટણી લડી હારેલા કોંગ્રેસના રાજુ ગોહેલનું કહેવું છે અહીં વોર્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે નળ ગટર પાણી રોડ રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધા લોકોને સમયસર મળતી નથી સમયસર કચરાઓ ભરાતા નથી પાણી અનિયમત મળે છે વારંવાર ગટરો ઉભરાતી રહે છે લોકોના મતોથી ચૂંટાયેલા સભ્યો કામો કરતા નથી અને અહીં વિસ્તારમાં સમસ્યાઓના ઢગલે ઢગલા જોવા મળે છે આવતા દિવસોમા યોગ્ય નહિ થાય તો ચૂંટણી લડી હારેલા કોંગ્રેસના રાજુ ગોહિલે આંદોલન કરવાની તૈયારીઓ શરૂ કરી છે
સીધી વાત
તમે રૂબરૂ મારા વોર્ડમાં જઈને મારો રીવ્યુ લઈ શકો છો..એક પણ મારા સુધી રજુઆત આવી હોય અને કામ ન થયું હોય તેવુ ક્યારેય આજ સુધી બન્યું નથી..માત્ર ખોટા આક્ષેપો કરીને મીડિયા સામે ચમકવાના સ્ટન્ડ છે..મારો વોર્ડ નહિ શહેરની કોઈ પણ પ્રાથમિક સમસ્યાની ફરિયાદ મારા સુધી આવે તેનું તુરંત નિરાકરણ કરવામાં માટે કટિબદ્ધ છું
– નગર પાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી