સિહોરના નાના સુરકા ગામે વાડીમાં આગ લાગતા ચાર પશુ ભડથું, કચરાનો તણખો ઉડયો અને દુર્ઘટના સર્જાઈ

હરેશ પવાર
સિહોર તાલુકાના નાના સુરકા ગામે ગુરૂવારે ભરબપોરે માલઢોર રાખવાના વાડા બહાર કચરાના ઢગલામાં લાગેલી આગનો તણખો વાડામાં રાખેલ સુકા ઘાસચારામાં પડતા આગ ભભુકી હતી. આગમાં બે ગાય અને બે વાછરડાના મોત થયા છે સુકો ઘાસચારો, ઢાળિયું, સાધનો બળીને ખાક થઇ ગયા હતાં. બનાવની પ્રા વિગતો મુજબ સિહોર તાલુકાના અને સોનગઢ તાબેના નાના સુરકા ગામે પીપળીયા રોડ પર રહેતા ભરતભાઇ ઓધાભાઇ ડોંડાનો ઘરથી થોડે દૂર માલઢોર બાંધવાના વાડામાં ગુરૂવારે બપોરે ૨ કલાકના અરસા દરમિયાન વાડાની બાજુમાં આવેલ ઉકરડાના કચરામાં આગ લાગતા આગનો તણખો પવનમાં ઉડી વાડામાં રાખેલ સુકા ઘાસચારાના જથ્થામાં પડતા ઘાસચારો સળગી ઉઠો હતો. આગે વિકરાળ સ્વપ ધારણ કયુ હતું.

જેને લઇ વાડામાં બાંધેલ બે દુજણી ગાય અને બે વાછરડા આગની લપેટમાં આવી જતા ભડથું થઇ જતા અરેરાટી પ્રસરી ગઇ હતી. આગજનીની જાણ સિહોર નગરપાલિકાને કરાતા ફાયર–ફાઇટર ઘટના સ્થળ પર દોડી આવ્યા હતાં. અને ફાયર સ્ટાફ અને ગ્રામજનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગમાં વાડામાં રહેલ સુકો ઘાસચારો, ઢાળિયું અને સાધનો બળીને ખાક થઇ ગયા હતાં. બનાવની જાણ ભરતભાઇ ઓધાભાઇ ડોંડાએ સોનગઢ પોલીસને કરતા પોલીસે જાણવાજોગ એન્ટ્રી નોંધી વધુ તજવીજ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here