પુરૂષોતમ માસનું સમાપન : કાલથી નવરાત્રીનો પ્રારંભ

કોરોના મહામારી ધ્યાને લઇ સિહોર શહેરના ઘરે ઘરે જ સ્થાપન કરી આરતી ગરબા ગવાશે : ચોકમાં ગરબી સ્થળોએ પણ તંત્રની ગાઇડ લાઇનના પાલન મુજબ મર્યાદીત આયોજનો


દેવરાજ બુધેલીયા
આજે અધિક માસની અમાસ સાથે પૂરૂષોતમ માસની પૂર્ણાહુતિ થશે. એ સાથે આવતીકાલે આસો સુદ એકમ છે. એટલે કાલથી માં આદ્યશકિતના નોરતાનો પ્રારંભ થશે. હાલ કોરોના મહામારી ધ્યાને લઇ ખુબ સાવધાની રાખવામાં આવી રહી છે. જે રીતે પરષોતમ માસમાં સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક જેવી સાવધાનીઓ સાથે પૂજન અર્ચના કરવામાં આવી એજ રીતે નવરાત્રીમાં પણ જાહેર મેળાવડાના કાર્યક્રમો બંધ રાખી ઘરે ઘરે ઘટ સ્થાપન કરી માતાજીના સ્તુતી ગાન કરી પૂજા અર્ચના કરવામાં આવશે. ચોકે ચોકે પણ ગરબી થતી હોય.

ત્યાં અમુક સ્થળોએ તંત્રની મંજુરીની પ્રક્રિયા પૂર્ણ કરી માત્ર માતાજીની આરતી અને શુકનરૂપ ગરબા મર્યાદીત સંખ્યામાં ગાઇને પૂજા અર્ચના થશે. નવરાત્રી એટલે ઉજળા દિવસો. માતાજીના ગુણલા ગાવાના દિવસો. લોકો ઉત્સાહભેર ગરબાની ખરીદી કરી ઘરે ઘરે પધરામણી કરશે. ઘટ સ્થાપન કરી માતાજીને કાલાવાલા કરાશે. ગુગળ, દશાંગ, પંચાગ જેવા ધુપ ધમધમશે. આખુ વાતાવરણ દિવ્ય તેજોમય બની રહેશે. દશેરાનો ઉત્સવ પણ આ રીતે મનાવવામાં આવશે. મોટેભાગે આ વર્ષે રાવણ દહનના કે દુર્ગા પુજાના જાહેર મેળાવડા સમાન કાર્યક્રમો બંધ રાખવા નિર્ણયો લેવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here