કોરોનાને લીધે વાસણો, કિચનવેર, પ્લાસ્ટીક વેર સહિતના વેપારીઓ ધંધો ગુમાવશે : ૧૦ રૂ. થી શરૂ થતી વિવિધ વસ્તુઓઃ ગરબી રમતી બાળાઓને પ્રોત્સાહન રૂપે લ્હાણી અપાય છે

દેવરાજ બુધેલીયા
કોરોના કાળમાં લોકો તહેવારોનો આનંદ નથી માણી શકયા, સાતમ-આઠમ, ગણપતિ મહોત્સવ સહિતના તહેવારો ચાલ્યા ગયા છે, ત્યારે આવતીકાલથી શરૂ થતા માતાજીના નવલા નોરતામાં પણ ગરબી દ્વારા માતાીજીની થતી આરાધના પણ નથી શકય થવાની. ત્યારે નવરાત્રી સાથે જોડાયેલ અનેક ધંધાર્થીઓ-વેપારીઓ-કલાકારોને કારમી નુકશાની થઇ રહી છે તેવામાં ગરબીમાં માતાજીની આરાધના કરતી નાની બાળાઓને પ્રોત્સાહન રૂપે અપાતી લ્હાણીના વેપારીઓને પણ મુશ્કેલી પડી છે. એકલા સિહોરમાં જ નવરાત્રીમાં લાખ્ખો રૂપીયાની લ્હાણીનું વિતરણ થાય છે. તેવામાં વાસણ, પ્લાસ્ટીક વેર, કિચનવેર સહિતના વેપારીઓ આ વખતે મુશ્કેલીમાં મુકાયા છે. સાથો-સાથ ઘણી ગરબીઓમાં બાળાઓને સોના-ચાંદીની મોટી લ્હાણી (મંડળ) પણ આપવામાં આવતી હોય છે. આ વખતે નવરાત્રીની સાદાઇથી ઉજવણી થવાની હોવાથી વેપારીઓને મોટુ આર્થિક નુકશાન થવાની ભીતી છે.

કાલથી નવરાત્રીનો પ્રારંભ : ગરબા, ચુંદડી, હારની બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી

આવતીકાલથી નવરાત્રીનો મંગલ પ્રારંભ થઇ રહ્યો છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે પ્રાચીન અને અર્વાચીન ગરબાના આયોજનો ઉપર બ્રેક લાગી છે. તેમ છતા સરકારી ગાઇડ લાઇનને અનુસરીને મંજુરી સાથે કોઇ કોઇ સ્થળે માત્રા આરતી – સ્તુતી વંદનાના આયોજનો થયા છે. જો કે ઘરે ઘરે ઘટ સ્થાપન માટે તો લોકોમાં એટલો જ ઉત્સાહ દેખાઇ રહ્યો છે. શકિતની આરાધનાના પ્રતિકરૂપ ગરબો ઘરમાં પધરાવવા ભાવિકો અધીરા બનયા છે.  કાલથી નવ દિવસ સુધી ઘરે ઘરે આરતી, સ્તુતી, જાપ સહીતની ભકિત સાથે માતાજીના ગુણલા ગવાશે. બજારોમાં ગરબા, ચુંદડી, હારની છેલ્લી ઘડીની ખરીદી જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here