પ્રાચીન ગરબીઓ, શેરી ગરબામાં માની આરાધના : સિહોરના મોટાચોક સહિત અનેક વિસ્તારોમાં પરંપરાગત ગરબીનો ભાવસભર પ્રારંભ

દેવરાજ બુધેલિયા
મા આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિનો ગઇકાલથી મંગલ પ્રારંભ થયો છે. નવરાત્રિની ઉજવણીનો માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિ નિમિત્તે પરંપરાગત મુજબ આ વખતે પણ સિહોર મોટાચોક નવરાત્રી ઉત્સવ સમિતિ દ્વારા માતાજીની ગરબી ને વાજતે ગાજતે ડીજેના તાલે માતાજીની મૂર્તિને મોટા ચોક ગ્રુપ દ્વારા પધરામણી કરવામાં આવી હતી દર વર્ષની જેમ પરંપરાગત મુજબ મોટા ચોક નવરાત્રી ઉત્સવ સમિતિ દ્વારા માટીમાંથી મૂર્તિઓ બનાવવામાં આવે છે પરંતુ કોરોનાની મહામારી ને લઈને આ વખતે મૂર્તિ બનાવવાનું બંધ રાખેલ છે.

ત્યારે મોટા ચોક ગ્રુપ દ્વારા માતાજીની મૂર્તિ રાજગોર શેરીમાં માતાજીના મંદિર થી લઈને મોટા ચોક સુધી વાજતે ગાજતે લાવવામાં આવી હતી તેમજ ઉપવાસ, એકટાણા, અનુષ્ઠાન, પૂજા – આરતી સાથે માતાજીની ઉપાસનાનો ગઈકાલથી પ્રારંભ થયો છે.ઘરો – ઘર ગરબા સ્થાપન થયું છે. સાંજ પડતા જ ઘરો – ઘર માઁના ગરબાની આહલેક ગુંજી ઉઠતા ધર્મમય માહોલ છવાયો હતો. રાત્રે પ્રાચીન ગરબીઓમાં નાની બાળાઓએ રાસ – ગરબા થકી માઁની આરાધના કરી હતી. તો બીજી બાજુ શેરી ગરબા થકી મોટેરાઓએ પણ ધૂમ મચાવી હતી. મા આદ્યશક્તિની ઉપાસનાના મહાપર્વ નવરાત્રિ પર્વનો પ્રારંભ થયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here