કોરોનાના સંકટને લઈને માઈભકતોના હૃદયમાં નવરાત્રિ ન માણવાનો રંજ રહેશે, સાર્વજનિક ગરબાના સ્થળો ખેલૈયાઓ વગર સુના સુના જણાશે, ઈતિહાસમાં પ્રથમ વખત મહોત્સવ રામલીલા, ભવાઈ તેમજ રાવણદહન યોજાશે નહિ


બ્રિજેશ ગૌસ્વામી
આદ્યશકિતની આરાધના અને ઉપાસનાની સાથે આનંદોલ્લાસના પર્વ નવલા નવરાત્રિ મહોત્સવનો તા.૧૭ ને શનિવારથી ભકિતસભર માહોલમાં શુભારંભ થઈ રહ્યો છે ત્યારે માઈ ભકતોમાં માતાજીની ભકિતના રંગે રંગાવાનો તેમજ ખેલૈયાઓમાં મન ભરીને રાસ-ગરબા રમવાનો અનન્ય ઉમંગ છવાયેલો જોવા મળી રહ્યો છે. દરમિયાન આ વર્ષે કોરોનાના સંકટને લઈને માઈભકતોના હૃદયમાં આ વર્ષે નવરાત્રી ન માણવાનો ભારોભાર રંજ રહેશે. જયારે સમાજમાં મનોરંજનના સાધનો ન હતા ત્યારથી નાટક અને ભવાઈના માધ્યમથી જ માણસમાં સંસ્કાર, સમજણ અને મનોરંજન આપવામાં આવતા હતા. યુગો યુગોથી મા-બાપ, પુત્ર અને પુત્રી સાથે બેસીને સંસ્કાર મેળવી શકે તેવુ સાધન ભવાઈ છે.

આજના ડિસ્કોના યુગમાં ગ્રામ્ય સંસ્કૃતિને જીવતં રાખવામાં ભવાઈ અને નાટક સિંહફાળો આપી રહ્યા છે. આ વર્ષે કોરોનાની મહામારીના કારણે નવી ગાઈડ લાઈન અંતગર્ત નવરાત્રિ મહોત્સવની સાદાઈથી ઉજવણી કરવામાં આવશે. જાહેર સામુહિક કાર્યક્રમો પર રોક આવતા ઈતિહાસમાં સર્વ પ્રથમવાર આ મહોત્સવ દરમિયાન રામલીલા,ભવાઈ નહિ ભજવાશે નહિ જિલ્લાના કેટલાક વિસ્તારોના ભવાઈ મંડળોના કાર્યક્રમો નિહાળવાનો રસિકોમાં ભારે ક્રેઝ રહેતો હતોે. આ માટે ભવાઈ મંડળોના કલાકારો દ્વારા એકાદ માસ અગાઉથી તેની પ્રેકટીસ પણ કરાતી હતી.ભડી ભંડારીયાના બહુચરાજી મંદિર,સિહોર તાલુકાના અગીયાળીના નાના બહુચરાજીધામ, જાંબાળાનુ મંડળ સહિત જિલ્લાભરના અનેક નામી અનામી સ્થળોના પ્રાચીન ગરબી મંડળોના કલાકારો દ્વારા રામાયણ,મહાભારત, ઐતિહાસિક, બ્રાહ્મણ કાબો, લાલમુંડો, શંકર પાર્વતી સહિતના અનેક આબેહુબ ઐતિહાસિક,ધાર્મિક પ્રસંગોની ભવાઈ, સામાજિક નાટકો રજુ કરાતા હતા.

જે નિહાળવા આસપાસના ગામોમાંથી બહોળી સંખ્યામાં રસિકો હરખભેર ઉમટતા હતા અને આખી રાત્રી દરમીયાન તેઓ આ નાટકો માણતા હતા.અત્રે એ ઉલ્લેખનીય જિલ્લાના ઉપરોકત ગરબી મંડળોના કલાકારોના કાર્યક્રમો સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી પણ બુકીંગ કરાતા હતા. જે આ વર્ષે કોરોનાના ગ્રહણને લીધે ગરબી મંડળોએ ભવાઈના કાર્યક્રમો મોફૂક રાખતા રામલીલા,ભવાઈનું જીવંત મંચ રસિકો જોઈ અને માણી શકશે નહિ. દાંડીયારાસના પ્રોફેશનલ અને સાર્વજનિક કાર્યક્રમો વગર  તેના સ્થળો સુના સુના લાગશે. ગત વર્ષોના મહોત્સવ જેવી ભવ્યતાનો અભાવ જોવા મળશે જેથી તેની ખરા અર્થમાં રંગત જામશે નહિ જેથી યુવા ખેલૈયાઓ નિરાશા અનુભવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here