ત્રણ દિવસમાં ત્રણ અકસ્માતની ઘટનાઓ બની, કેમ આખે અંધાપો છે, લોકોની તકલીફ દેખાતી નથી, કે પછી લોકો વિરોધ કરવા રોડ પર ઉતરે પછી કામની ગતિ વધારશો.?

શંખનાદ કાર્યાલય
સિહોર નજીક નેસડા ગામ પાસેથી પસાર થતો ભાવનગર વલ્લભીપુર હાઇવે પર રોડનું કામ શરૂ છે કામ એટલી ધીમી ગતિએ ચાલે છે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ અકસ્માતની નાની મોટી ઘટનાઓ બની લાગે છે અહીં કોન્ટ્રાકટરો સાથે તંત્ર પણ મોટી દુર્ઘટનાઓની રાહ જોઈ રહ્યું છે ખાસ કરીને ભોજપરા અને કરદેજ વચ્ચે ચારથી પાંચ જગ્યાઓ પર ઉભો રોડ ખોદીને રાખો દીધો છે હવે અહીં જે ડ્રાઇવર્જન કઢાયા છે જે પણ એકદમ નિમ્ન કક્ષાના રોડને ખોદીને કઢાયા છે ત્યારે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અહીં સવાલ એ છે રોડના કામની ગતિ લોકો રોડ પર વિરોધ કરવા ઉતરે અથવા તો કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છો.

કામ વહેલી તકે અને ઝડપથી કરવામાં તેવી માંગ લોકો માંથી ઉઠી છે જોકે રોડ બાબતે એવી પણ વાત સામે આવી છે કે ભોજપરા થી વરતેજ સુધી કે કરદેજ રેવન્યુમાં કોઈ જમીન સંપદાન થઈ નથી તેમ છતાં પણ માત્ર ૩૦ મીટર ની જગ્યા પર નાળાનું કામ ચાલુ કરાયું છે આજ દિન સુધી કોઇ પણ જગ્યાનું સંપાદન થઇ નથી..અને કબ્જા લેવામાં આવ્યા નથી..તેમ છતાં રોડનું ટેન્ડર પણ નથી થયેલ.. માત્ર નાળાઓના ટેન્ડર કરી કામ ચાલુ કરી દીધેલ છે.. એટલા મોટા રોડના કામમાં દિવસ રાત કામ રામભરોસે ચાલતું હોય છે.

કામના સ્થળે રોડ વિભાગના કોઈ જવાબદાર અધિકાર કે કર્મચારી સ્થળ પર હાજર નથી.. કામ નબળું થતું હોય એવા અહેવાલો પણ પ્રાપ્ત થયા છે.. જાગૃત નાગરિક ભુપતભાઇ ચાડ દ્વારા અધિકારી ને વારંવાર જાણ કરવા છતા અને ફોટાઓ મોકલી માહિતગાર કર્યા હોય છતાં કોઈ પણ જાતના પગલાં લેવાયાં નથી ને રાત્રીના પણ આ કામ ચાલી રહ્યું છે ત્યારે અહીં મોટા પ્રમાણમાં ભષ્ટાચારની થતો હોવાની ગંધ આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here