આશાસ્પદ યુવાનના મોતથી અરેરાટી, ઇટોના ભઠામાં કામ કરતો વિજય નામના યુવક તળાવમાં પગ લપસ્તા મોતને ભેટ્યો

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના નેસડા ગામે આવેલ તળાવમાં આજે બપોરે નેસડા ગામના અરવિંદભાઈ સરવૈયાના ઇટોના ભઠામાં કામ કરતા ચાર યુવકો તળાવમાં નાહવા માટે બપોરના સુમારે ગયા હતા. તે દરમિયાન તળાવમાં પગ લપસી જતા વિજય હિમતભાઈ પરમાર ઉ.વ. ૧૭ મુ.વ.ગરાજીયા, તા.પાલીતાણા નું ડૂબી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો તળાવે આવી પહોંચ્યા હતા અને યુવકની લાશને બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને તજવીજ હાથ ધરી હતી અને લાશને પીએમ અર્થે સિહોર સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપેલ. આ આશાસ્પદ યુવકના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here