વહેલી સવારે વલલ્ભીપુરથી ભાવનગર ગાંઠીયા પાડવા આવી રહેલા યુવાન પર મળસ્કે મારમારી ખીસ્સામાંથી રૂપિયા ૨૫૦૦ ટોળાએ લઈ લીધા

શંખનાદ કાર્યાલય
વલલ્ભીપુરથી ભાવનગર આવી રહેલા બાઈક સવાર યુવાનને સિહોરના નેસડા ગામ નજીક ૫ શખસોએ આંતરી ચોર છો તેમ કહિ મારમારી ઢસડી ગામમાં લઈ ગયા બાદ ૮૦ થી પણ વધુ લોકોના ટોળાએ પાઈપ,લોખંડના સરીયા તેમજ ધોકા વડે બે રહેમી પુવઁક મારમારી ખીસ્સામાંથી રોકડા રૂપિયા૨૫૦૦ કાઢી યુવાન પર પેટ્રોલ છાંટી નાસી છુટયા હતા.ધટના અંગેની ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ વલ્લભીપુરના બારપરા વિસ્તારમાં રહેતા મોહનભાઈ નીરૂભાઈ સોલંકી(ઉ.વ.૩૦)ભાવનગર માકેઁટ યાડઁ માં આવેલી એક હોટલમાં ગાંઠીયા પાડવા માટે પોતાનું બાઈક લઈ મળસ્કે વલ્લભીપુરથી ભાવનગર આવી રહ્યાં હતા.

ત્યારે નેસડા ગામ નજીક ૫ જેટલા અજાણ્યા શખ્સોએ મોહનભાઈ આંતરી તું જ ચોર છો તેમ તું જ ચોરી કરે છો તેમ કહી માર મારી તેને ગામમાં ઢસડી ગયા હતાં. મોહનભાઈ ને ગામમાં લવાયા બાદ શખ્સોએ હાંકલા પડકાર કરતા અંદાજે ૮૦ થી વધુ લોકોના ટોળાએ એકઠા થઈ પા, લોખંડના સળીયા તેમજ ધોકા વડે મોહનભાઈને બે રહેમીપુવઁક મારમારી પીઠના ભાગે તેમજ માથાના અને હાથે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી ઈજાગ્રસ્ત હાલતે રોડ પર છોડી મોહનભાઈ ના ખીસ્સામાં રહેલા રૂપિયા ૨૫૦૦ લઈ નાસી છુટયા હતાં.

દરમ્યાનમાં મોહનભાઈને ભાવનગર વલ્લભીપુર રોડ પર ઈજાગ્રસ્ત અને કણસતી હાલતે પહેલા જોઈ પસાર થઈ રહેલા વલ્લભીપુરના જ કેટલાંક લોકોએ મોહનભાઈના પરિવારને જાણ કરતા પરિવાર ના સભ્યોએ નેસડા દોડી આવી મોહનભાઈને સારવાર અથેઁ હોસ્પિટલમાં ખસેડી આ ધટના અંગે પોલીસ ફરિયાદ નોંધવવા તજવીજ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here