ચોકકસ વિસ્તારને સાયલન્સ ઝોન જાહેર કરો, વાહનોનાં કર્કશ હોર્ન અને ડી.જે.ના શોરગુલ શાળાઓ હોસ્પિટલો માટે માથાનો દુખાવો

બ્રિજેશ ગોસ્વામી
સિહોરમાં વર્તમાન સમયમાં વાહનોની સતત વૃધ્ધી અને વિવિધ રીતે હાની પ્રસરાવતા ધ્વનિ પ્રદૂષણનાં વધતા વ્યાપને કારણે આમ પ્રજા ભારે પરેશાની ભોગવી રહ્યા છે. જેને નિયંત્રિત કરવાની ખાસ આવશ્યક્તા જણાઇ રહી છે સિહોર શહેરમાં ભારે ઘોંઘાટ સાથે પુરપાટ દોડતા તમામ પ્રકારનાં વાહનોથી ભારે અવાજ સાથે રોડ પર દરેક પ્રકારનાં વાહનોની સતત અવર જવરને કારણે સર્જાતી રસ્તા પરની દૂકાનો, ઓફસો, દવાખાનાઓ, શાળાઓ અને રાહદરીઓ અને તમામ પ્રકારના વાહનોના હોર્ન, એન્જિન અવાજ સાથે રોડ પર અવર-જવરથી ઘોંઘાટ સર્જે છે.જે જાહેર આરોગ્ય માટે હાનિકારક અને હોસ્પિટલો, શાળાઓ, વેપારીઓ માટે ત્રાસદાયક રહે છે. સિહોર શહેર અને ગામડાઓમાં લગ્ન કે જાહેર પ્રસંગોએ ડી.જે જેવા ભારેખમ દબાણવાળા અવાજોથી ધ્વનિ પ્રદૂષણની વધતી માત્રાથી ઘણી વખત દર્દીઓ, વૃધ્ધો, શાળાનાં વિદ્યાર્થીઓની અભ્યાસની પ્રવૃતીમાં ખલેલ પડે છે.

જેની ગંભીરતા સમજી શાળાઓ, દવાખાના, સહિત ખાસ વિસ્તારોને સાઇલેન્સ ઝોન જાહેર કરી ને આવા ધ્વનિ સર્જક સાધનોનું નિયમન કરી ને વિવેકપુર્ણ ઉપયોગ કરવો જોઇએ. અવાજ પ્રદૂષણએ હાલનાં સમયમાં સાર્વત્રિક સમસ્યા છે.ધ્વનિની તિવ્રતા માપવાનાં એકમને ડેસીબલ કહે છે. સુકુ પાંદડુ પડે તનો અવાજ 0.5 ડેસીબલ હોય છે, સામાન્ય વાતચીત 20 થી 25 ડેસીબલ, ક્લાસ રૂમના અવાજની તિવ્રતા 40 થી 45 ડેસીબલ, માઇક, સ્ટીરીયો સીસ્ટમ અને એમ્પ્લીફાયરથી અવાજની માત્રા 70 થી 90 ડેસીબલની થઇ જાય છે. 100 થી વધુ ધ્વનિ લાંબો સમય હોય માનવીનાં શ્રવણનાં આંતરિક અવયવોને નુકશાન કરી શકે છે. ઉંચા અવાજનાં મોજા અને પ્રેશર સતત સહન થઇ શક્તા નથી, માનવીની નોર્મલ શ્રવણ શક્તિ 20 થી 30 હર્ટઝની હોય છે. જેથી ચોકસ મર્યાદિતાથી વધુ પડતો ઘોંઘાટ દરેક લોકોને હાનિકારક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here