સીએએ અને એનઆરસી ના વિરોધમાં બંધના એલાનના પગલે સિહોરની બજારોમાં અસર દેખાઈ, કેટલાક વિસ્તારો સ્વયંભુ બંધમાં જોડાયા

દેવરાજ બુધેલીયા
સમગ્ર દેશમાં બહુજન કાંતિ મોરચા દ્વારા આપવામાં આવેલ ભારત બંધના એલાનમાં સિહોરમાં પણ અસર જોવા મળી છે ભારત સરકાર દ્વારા સીએએ અને એનઆરસી જેવા કાળા કાયદા સામે વિરોધ કરવા બહુજન કાંતિ મોરચા દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવેલ હતું. આ બંધના એલાન સિહોરના કેટલાક વેપાર ધંધા દુકાનો સવારથી બંધ રહી હતી.

શહેરના ઘણાખરા વિસ્તારોમાં નાના-મોટા ધંધા રોજગાર બંધ રાખી એસીસી અને એઆરસી હટાવવા માટે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો વેપાર ધંધા દુકાનોવાળાઓએ પોતાના ધંધા રોજગાર શાંતિપૂર્વક બંધ રાખી વિરોધ દર્શાવેલ હતો બંધને સમર્થન મોટાભાગના લધુમતી સમાજે સીએએ અને એનસીઆર નો કર્યો વિરોધ કરવામાં આવ્યો હતો. લઘુમતી સમાજની તમામ દુકાનો બંધ રાખી હતી. બાકીના વિસ્તારો માં મિશ્ર પ્રતિસાદ દુકાનો ખુલી હતી.

પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિનો માહોલ જોવા મળ્યો હતો શહેર ની મુખ્ય બજારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સમગ્ર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સવારથી પોલીસ નું સતત રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ હતું કોઈ અનિચ્છનીય તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here