કોરોનાગ્રસ્ત પિડીત ને રોકડ સહાય પણ તાત્કાલિક આપવામા આવશે

હરેશ પવાર
હર હમેશા દીન દુખીયો ની વિશ્વ ભર માં સેવા કરતી ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા નબળા મેમણ પરીવાર માં જો કોઈ કોરોના પોઝીટીવ હોય અને ધરે ઓકસીજન નીજરૂરીયાત હોય તેવા દર્દી માટે ઓકસીજન કોનસનટેટર મશીન અને ઓકસીજન બાટલા ની ફાળવણી સૌરાષ્ટ્ર ની મેમણ જમાતોને ધોરાજી મા કુંડા હોલ ખાતે કરવામાં આવી હતી.આ કાર્યક્રમ ની શરૂઆત કુરાને શરીફની તીલાવતથી કરવામાં આવેલ હતી ત્યારબાદ ઓકસીજન કોનસનટેટર મશીન નું ડેમો કરીને દેખાડવામા આવેલ. પછી સમગ્ર સૌરાષ્ટ્ર ના ઝોનલ સેક્રેટરી ને આ ઓકસીજન કોન્સનટેટર મશીન આપવામા આવ્યા હતા

જેમા સિહોર ના ઝોનલ સેક્રેટરી રફીકભાઈ હુનાણી ને સિહોર મેમણ સમાજ માટે એક ઓકસીજન કોન્સનટેટર મશીન અપાયુ છે. જેના લીધે સિહોર મેમણ સમાજ ને રાહત મળી છે. આ મશીન ઓકસીજન ઉત્પન્ન કરે છે જેથી ઓકસીજન સિલીન્ડર ની જરૂરીયાત ઓછી રહેશે સાથે સિહોર ના મેમણ સમાજ ના જે લોકો કોરોના સંક્રમીત થયા હતા તેમને પણ ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ની કોરોના રાહત યોજના અંતર્ગત ફકત ત્રણ દિવસ મા તાત્કાલિક રોકડ સહાય ચેક રૂપે ઝોનલ સેક્રેટરી રફીકભાઈ હુનાણી હસ્તે આપવામા આવ્યા છે જે ફેડરેશન તેમજ ઝોનલ સેક્રેટરી રફીકભાઈ હુનાણી નુ પ્રશંસા પાત્ર કાયઁ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here