સિહોર ઉપરાંત વલ્લભીપુર અને ઉમરાળા સીએચસીને પણ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનો અપાયા, શહેરના બંધન પાર્ટી પ્લોટ ખાતે અધિકારી પદાઅધિકારી અને ડેરી સંચાલકોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો

હરેશ પવાર
સિહોર શહેર તેની સંસ્કારિતા સાથે દાનની સરવાણી વહાવવા માટે પણ જાણીતું છે કોરોનાએ જ્યારે સમગ્ર વિશ્વનો ભરડો લીધો છે બીજી લહેરની ભયાનકતાની આપણને સૌને ખબર છે એમનું વિકરાળ સ્વરૂપ આજે પણ નજર સામેથી હટતું નથી ત્યારે કોરોનાના ગંભીર પ્રકારના દર્દીઓ માટે ઓક્સિજન પૂરો પાડવા માટે ઉપયોગી એવા ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ મશીન ખૂબ ઉપયોગી સાબિત થયું છે.

સિહોરના શ્રેષ્ઠીઓ દ્વારા વિવિધ પ્રકારે શહેરની હોસ્પિટલને ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરાઈ રહ્યા છે ત્યારે જિલ્લાની જાણીતી દૂધ ઉત્પાદક સંસ્થા સિહોર સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોતની હાજરીમાં સિહોર ઉપરાંત ઉમરાળા અને વલ્લભીપુર સીએચસીમાં કોરોનાના ગંભીર દર્દીઓની સારવાર માટે ઓક્સિજન અર્પણ કરવામાં આવ્યા છે.

સિહોરની સર્વોત્તમ ડેરી દ્વારા બંધન પાર્ટી પ્લોટ ખાતે ઓક્સિજન કોન્સ્ટ્રેટર ના લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સિહોર ઉમરાળા અને વલ્લભીપુર ના સરકારી દવાખાનામાં ઓક્સિજન કોન્સ્ટ્રેટર અર્પણ કરવામાં આવ્યા હતા.

સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોત ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમના અવસરે જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડે, ડી.ડી.ઓ પ્રશાંત જીલોવા, નાયબ કલેક્ટર રાજેશ ચૌહાણ, જિલ્લા રજિસ્ટ્રાર મેઘા અગ્રવાલ તથા જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ સહિતના આગેવાનો અને શહેરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here