સિહોરના ઓક્સીઝન પ્લાન્ટ પરથી ગયેલા સિલિન્ડરો પર ભાજપના નેતાની તસવીરો લાગી : ભારે વિવાદ સર્જાયો, તસવીરો સોશ્યલ મીડિયામાં ટ્રોલ થઈ

મિલન કુવાડિયા
સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારી ચિંતાજનક રીતે આગળ વધતી રહી છે ત્યારે પ્રજાના કામો માટે ચૂંટાયેલા નેતાઓ પાસેથી લોક ઉપયોગી સેવાની અપેક્ષા રહેતી હોય છે. પરંતુ ભાજપના નેતાના ફોટોગ્રાફ ઓકસીઝન સિલિન્ડર ઉપર લગાડવામાં આવતા પ્રચારભુખનો મુદ્દો રાજકીય વર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યો હતો જયાં દર્દીઓને બે ટાઈમ ભોજન અને એક ટાઈમ નાસ્તો, ડોકટરોની વિઝીટ ઉપરાંત ઓકસીજન મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવી છે.

અલબત અહી જે ઓક્સીજન સિલિન્ડર મોકલવામાં આવ્યા છે.તેના ઉપર ભાજપના નેતા અને પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીની તસવીરોવાળા પોસ્ટર લગાડવામાં આવતા કોરોનાના કાળમાં પણ રાજકીય નેતાઓ સસ્તી પ્રસિધ્ધિ મેળવવા માટેની એક પણ તક છોડતા નથી તે મુદો ચર્ચાસ્પદ બન્યો હતો.

આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરે જણાવ્યું હતુ કે, આ ઓકસીજનના સિલિન્ડર જાફરાબાદની નર્મદા સિમેન્ટ  કંપની તરફથી આપવામાં આવ્યા છે. લોકોને સારવાર માટે ઉપયોગી સિલન્ડરમાં રાજકીય નેતા પોતાનું પોસ્ટર લગાવે તે યોગ્ય નથી. અલબત આ મુદ્દે પુર્વસંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતુ કે, નર્મદા સિમેન્ટ તરફથી જે સિલિન્ડર મળ્યા છે તે ઈન્ડસ્ટ્રીલ ઓક્સીજન સિલિન્ડર છે. તેને ઉપયોગમાં નથી લીધા.

અલંગથી મનીષભાઈ શાહે જે સિલિન્ડર આપ્યા છે તે ખાલી સિલિન્ડર અમોએ સિહોરમાં રીફીલીંગ કરાવ્યા છે. ઓકસીજન સિલિન્ડર જે ઘેરઘેર આપવાના છે. તેના ઉપર જે પોસ્ટ લગાડવામાં આવ્યા છે તે કાર્યકર્તાઓ દ્વારા લગાડવામાં આવ્યા છે. બાટલાઓ બદલાઈ ન જાય તે માટે અલગ ઓળખ ઉભી કરવાનો પ્રયાસ છે. તેમાં પ્રસિધ્ધિનો કોઈ મુદ્દો નથી. ઘેરઘેર આપવાના નાના સિલિન્ડરમાં આ પ્રકારનાં પોસ્ટર લગાડવામાં આવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here