મૂળ સિહોરના પાલડી ગામનો પરિવાર થોડા સમય પહેલા સુરત સ્થાપી થયો હતો, દૂધરેજીયા પરિવારની દીકરીનું અકસ્માતે ઇજા થઇ અને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

ખુશીના પરિવારે અંગોનું દાન કરવાનું નક્કી કર્યું, ૧૫ વર્ષીય ખુશીએ અંતિમ શ્વાસ પછી પણ ૬ લોકોના જીવનમાં અપાર ખુશી ફેલાવી દીધી

બ્રિજેશ ગૌસ્વામી – ગૌતમ જાદવ
મૂળ સિહોરના પાલડી ગામે રહેતો દુધરેજીયા પરિવાર કે જે થોડા સમય પહેલા સુરત સ્થાપી થયો હતો જે હાલ સુરતના કામરેજ ખાતે આવેલા અમૃતવીલા રોહાઉસ ખાતે રહે છે પરિવારના મોભી મહેશભાઈની દીકરી ખુશી ગત ૨૧ ડીસેમ્બરના રોજ બપોરે ૩ કલાકે ટ્યુશનથી ઘરે પરત આવી રહી હતી.દરમિયાન ઉંભેળ પાસે એક્ટીવા મોપેડ વૃક્ષ સાથે અથડાતા તેને માથામાં ગંભીર ઈજાઓ થવાથી તે બેભાન થઇ ગઈ હતી. ત્યારબાદ ખુશીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સીટી સ્કેન કરાવતાં ખુશીના મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ સોજો હોવાનું નિદાન થયું હતું. દરમિયાન 26 ડિસેમ્બરના રોજ ખુશીને બ્રેન ડેડ જાહેર કરવામાં આવી હતી ખુશી બ્રેન ડેડ જાહેર કર્તાની સાથે આ જાણકારી ડોનેટ લાઈફની ટીમ આપવામાં આવી જે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી અને પરિવારને અંગદાન અંગે માહિતી આપી હતી. જોકે પરિવાર તાતકાલિક પોતાના દીકરી ખુશી અંગો થકી કોઈનામાં જીવીત અને તેને નવુજીવન મળે અને ખુશી કોઈના જીવનમાં ખુશી બનીને મહેકે તે માટે અંગદાન કરવા સંમતિ આપી હતી. જેથી કિડની અને લિવરનું દાન અમદાવાદની કિડની હોસ્પિટલ દ્વારા સ્વિકારવામાં આવ્યું હતું.

જ્યારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું. બન્ને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ ૪ વર્ષ અને ૧૦ વર્ષના બાળકોમાં તેમજ લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ૧૭ વર્ષના કિશોરમાં અમદાવાદની કિડની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. કિડની, લિવર અને ચક્ષુઓના દાનથી પાંચ લોકોને રોશની અને નવુજીવન મળ્યું છે સિહોરના પાલડી ગામે રહેતા દૂધરેજીયા પરિવારમાં દીકરી ખુશીના મોતનું માતમ છે અને બીજી તરફ ખુશીએ અંતિમ શ્વાસ પછી પણ છ લોકોને નવું જીવન આપીને છ પરિવારોમાં રોશની સાથે અપાર ખુશીઓ ફેલાવી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here