ધન્વતરી રથ દ્રારા ઓ.પી.ડી સેવા અપાઈ, સોશ્યલ ડીસ્ટન્સ સાથે શિબિર નું આયોજન, મચ્છરજન્ય રોગો તથા પાણીજન્યરોગ અટકાયતી માટે સમજણ અપાઈ

હરેશ પવાર
સિહોરના પાલડી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોનગઢ દ્રારા વિશ્વ મચ્છર દિવસની ઉજવણી થઈ છે મુખ્ય અધિકારીઓની સુચનાથી કોરોના અંગે જનજાગૃતિ અને ધન્વતરી રથનું આયોજન કરેલ ગઇકાલે વિશ્વ મચ્છર દિવસ તરીકે ઉજવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો.મનસ્વીનીબેન માલવીયા ની સુચનાથી સોનગઢ મેડીકલ ઓફિસર ડો.અનિલભાઈ ચોહાણ ના માર્ગદર્શન હેઠળ પાલડી સબ સેન્ટર ખાતે શિવમંદિર ખાતે સોશ્યલ ડીસ્ટન્સ સાથે શિબિર નું આયોજન કરવામાં આવ્યું.

મચ્છર ઉત્પત્તિ અટકાવવા ના ઉપાયો અને મચ્છર જન્ય રોગોઝાડા,ઉલટી,કોલેરા,ટાઈફોઈડ, કમળા થી બચવાના ઉપાયો તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત સોનગઢ ના સુપરવાઈઝર ગણપતભાઈ ભીલ દ્રારા સમજણ અપાઈ હતી.આ.બી.એસ.કે ડો.આરતીબેન બસીયા દ્રારા કોરોના અંગેની સમજણ અપાઈ અને અફવાથી બચવા હાંકલ કરેલ.આ કાયઁક્રમ ને સફળ બનાવવા ફિમેલ હેલ્થ સુપરવાઈઝર મંજુલાબેન મોરડીયા,આરોગ્ય કમઁચારી રેખાબેન સોલંકી, દિનેશભાઈ ચાવડા,આશા ફેસી ચંપાબેન હેરમા,આશા બહેનો રમીલાબેન ગોસ્વામી, કંચનબેન ગોસ્વામી દ્રારા જહેમત ઉઠાવાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here