વાડીએ પાણી ભરવા જતા યુવતી સાથે શખસે બળજબરી કરી, શખસે સાત માસ પૂર્વે આચરેલા કુકર્મના પગલે યુવતીને ગર્ભ રહી જતા સમગ્ર મામલો સામે આવ્યો

હરેશ પવાર
સિહોર દુષ્કર્મ મામલો હજુ શાંત નથી પડ્યો ત્યાં ફરી પાલીતાણામાં દુષ્કર્મની ઘટના સામે આવી અને પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે આદપુર રોડ પર રહેતા શખસે સાત માસ પૂર્વે વાડીએ પાણી ભરવા જતી યુવતીને આંતરી તેની સાથે બળજબરી કરી દુષ્કૃત્ય આચર્યું હતું જેના પગલે યુવતીને સાત માસનો ગર્ભ રહી જતા સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. યુવતી સાથે કુકર્મ કરનાર શખસ પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું હતું.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર પાલિતાણામાં રહેતી ૨૧ વર્ષીય યુવતી આજથી સાત માસ પૂર્વે બપોરના અરસા દરમિયાન પોતાની વાડીએ કુવા ઉપર પાણી ભરવા ગયા બાદ બાજુમાં આવેલ વોકળામાં કુદરતી હાજતે જતા પાલિતાણાના આદપુર રોડ પર આવેલ ચુનાની ભઠ્ઠીમાં રહેતા શખસે યુવતીને આંતરી તેની સાથે બળજબરી કરી ઇચ્છા મરજી વિરૃધ્ધ દુષ્કર્મ આચરી આ બાબતે કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

શખસના કુકર્મના પગલે યુવતીને સાત માસનો ગર્ભ રહેતા સમગ્ર ઘટના સામે આવી હતી અને ભારે ચકચાર મચી જવા પામી હતી દરમિયાન પાલિતાણા ટાઉન પોલીસ મથકનો ભોગ બનનાર યુવતીએ શખ્સ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે શખસ સામે આઇપીસી ૩૭૬, ૫૦૬(૨) મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here