મોટર સાયકલ ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી લેતી પોલીસ, સીસીટીવી કેમરા તથા પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી બન્ને ઝડપાયા


બ્રિજેશ ગૌસ્વામી
સિહોર અને પાલીતાણા ખાતેથી મોટરસાયકલ ચોરી કરનાર બે શખ્સો પોલીસના હાથે ઝડપાયા છે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના માણસો તેના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે અલગ અલગ બે જગ્યાએથી મોટર સાઈકલ ચોરી કરેલ ઈસમો નીકળ્યા છે. તેની પુછપરછ કરતા બંને ઈસમો પાસે ગાડીના કાગળો માંગતા ન આપતા વધુ પૂછપરછ કરતા બંનેએ જણાવ્યું આ બાઇક તેમને બે જગ્યાએ ચોરી કરી હતી. તેથી તેમની ધરપકડ કરવામાં આવી છે પાલીતાણા ટાઉન પોસ્ટેના ડી સ્ટાફના માણસો સાથે ટાઉન વિસ્તાર પેટ્રોલીંગમા હતા.

તે દરમ્યાન બાતમી રાહે હકીકત આધારે આરોપીઓ ભાવેશભાઇ જેન્તીભાઈ ડાભી ઉ.વ.25 તથા કૌશિકભાઈ અશ્ચીનભાઈ ભેડા ઉ.વ.26 રહે. બંને પાલીતાણા જી-ભાવનગર વાળાઓને પાસેથી બજાજ કેલીબર મોટર સાયકલ જે પાલીતાણાના અમિતશાહના દવાખાના પાસેથી ચોરી કરેલી હતી. જેની રૂ.15,000 છે.તેમજ હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ જે સિહોર ખાતેથી ચોરી કરેલી જેની કિંમત રૂપિયા 15,000 હતી. આમ પાલીતાણા ટાઉન પોલીસને વિશ્વાસ સીસીટીવી કેમરા પ્રોજેક્ટ તથા પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી બે મોટર સાયકલ ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here