સિહોર પાલીતાણા ઉમરાળા કોંગ્રેસનો હલ્લાબોલ, ભાજપ વિરોધના બેનરો લઈને કાર્યકરો રોડ ઉપર ઉતર્યા, સરકાર વિરોધી સૂત્રચારોથી રોડ રસ્તાઓ ગુંજી ઉઠ્યા, આક્રોશ વ્યક્ત કર્યો

હરેશ પવાર , વિશાલ સાગઠીયા, નિલેશ આહીર

પેટ્રોલ ડીઝલના સહિત ચીજવસ્તુઓના ભાવ વધારાના કારણે આમજનતા ભારે મુશ્કેલીમાં મુકાઈ છે મોટા ઉદ્યોગો, લઘુઉદ્યોગો, વેપારધંધા, તેમજ મજુરો ની મજુરી પણ ઠપ્પ થઇ પડેલી છે મધ્યમ વર્ગ મુશ્કેલીઓમા છે અને ગરીબ વગઁ પોતાના જીવન નિર્વાહ માટે અનેક યાતનાઓ ભોગવી રહયો છે.

ત્યારે આવા સમયે કેન્દ્ર અને રાજ્યની ભાજપ ની અસંવેદનશિલ સરકારે દવારા છેલ્લા પંદર દિવસ મા પેટ્રોલમાં રૂ ૮ અને ડીઝલમાં રૂ ૯ સાથે રાંધણગેસ મા તોતીંગ વધારો કરવામાં આવ્યો છે અને એ પણ જયારે આંતરરાષ્ટ્રીય ક્રુડ,ઓઇલ ની કીમત સૌથી નિચલા સ્તર પર છે.

રાજય સરકાર દવારા જીવન જરૂરિયાતની દરેક ચીઝ વસ્તુઓ પર બેફામ ભાવવધારા ના કોયડા ઝીંકવા માંડી છે હવે આ પરીસ્થિતિ મા મધ્યમવર્ગ અને મજુર,ગરીબોનુ જીવન ગુજરાન ચલાવવુ અશક્ય બની રહયુ છે ત્યારે ગુજરાત કોંગ્રેસ લોકોનો અવાજ બન્યું છે રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા મથકે વિરોધ પ્રદર્શનના ભાગરૂપે સિહોર સાથે ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર કોંગ્રેસી કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા હતા.

સરકાર વિરોધી સૂત્રચાર અને હાથમાં બેનરો લઈને કોંગ્રેસી કાર્યકર ઘણા સમય પછી પ્રજાના પ્રશ્ને રોડ પર જોવા મળ્યો આ મુદ્દે સિહોર પાલીતાણા ઉમરાળા કોંગ્રેસે હલ્લાબોલ કર્યો હતો અને ભાજપ વિરોઘી બેનરો લઈને કોંગ્રેસી કાર્યકર રોડ ઉપર ઉતર્યા હતો સરકાર વિરોધી સૂત્રચારોથી રોડ રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here