લોકડાઉનની એસીતેસી, પ્લાન્ટમાં બે મોઢે કચરો ઠલવાઇ છે, બાયોવેસ્ટ અને કચરો ભરીને ગાડીઓની લાઈનો લાગે છે, કોરોનાની જરાપણ ગંભીરતા નથી, સરપંચ કહે છે રજૂઆતો કરી કરી થાક્યા કોઈ સાંભળતું નથી, આ કેવું સરપંચ એવું કહે કોઇ સાંભળતું નથી, બાબત ગંભીર છે

હરેશ પવાર
એક તરફ દેશના મોટા મોટા ઉધોગો લોકડાઉન ના કારણે પાવર ઓફ કરી દેવામાં આવ્યા છે. ત્યારે સિહોર ના સણોસરા ગામની નજીક આવેલ વાવડી ગામે બાયોગેસ પાવર પ્લાન્ટ ચાલી રહ્યો છે. સરકાર દ્વારા લોકડાઉન કરીને જીવન જરૂરી સિવાયના તમામ પ્લાન્ટ બંધ કરી દેવા માટે થઈને પ્રશાસન એ કડક કામગીરી હાથ ધરી છે. ત્યારે આ પ્લાન્ટ લોકડાઉન સમયમાં પણ શરૂ જ રાખવામાં આવ્યો હતો. અહીં આસપાસના ઘણા મજૂરો કામ કરે છે ઉપરાંત અહીં દૂરથી બાયો વેસ્ટ અને કચરો ભરીને ગાડીઓ આવી ને કચરો ઠાલવી રહી છે. હવે દેશમાં કોરોના વાયરસના અટકવવા માટે થઈને પીએમ થી લઈને સરપંચ સુધી લોકો કામગીરીમાં લાગી પડયા છે.

ત્યારે અહીં વાવડી ગામના સરપંચ દ્વારા પણ આ પાવર પ્લાન્ટ ને બંધ કરવા માટે થઈને લેખિતમાં અહીંના મેનેજર ને જાણ કરવામાં આવી હતી તો પણ અહીંના માલિકએ વાત નહિ ગાંઠતા ઉચ્ચ કક્ષા સુધી સરપંચે જાણ કરી હતી છતાં પ્રશાશન ને ક્યાં કારણોસર આ પ્લાન્ટ બંધ કરાવ્યો નથી એ જ સમજ પડતું નથી. ભાવનગર ના કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે આ પ્લાન્ટમાં બહાર થી કચરો લાવતી ગાડીઓ તેમજ અહીંના કામદારો સહિત ગામના લોકો માટે સંકટ જેવો પ્લાન્ટ શરૂ છે. જો પ્લાન્ટના કારણે રોગચાળો ફાટી નીકળશે અને સિહોર સહિત શહેરમાં ફરી વળશે તો તેની જવાબદારી કયા અધિકારી લેશે તે પણ એક વાત છે.

સિહોર પ્રાંત અધિકારી ખૂબ જ એક્ટિવ ને ગ્રાઉન્ડ ઉપર કામ કરી રહ્યા છે જે સૌ સારી રીતે જાણે છતાં તેમના કાને આ પ્લાન્ટ ની વાત કેમ આવી નથી ને જો આવી હોય તો ક્યાં કારણસર પ્લાન્ટ શરૂ છે તેની ચર્ચા વાવડી ગામ સહિત આસપાસના લોકોમાં ચર્ચા જામી છે. જો લોકડાઉન ના આટલા દિવસોમાં પ્લાન્ટ બંધ નથી કરવામાં આવ્યો તો ક્યાં મોટા માથાનો હાથ આ પ્લાન્ટ ઉપર છે જે પ્રશાસન ને પણ નથી ગાંઠતો તે પણ તપાસનો વિષય છે ત્યારે તંત્ર લાલ આંખ કરી આવા જોખમી પ્લાન્ટ બંધ કરવા આગળ આવે તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here