મધ્યાહન ભોજનના ચોખા પ્લાસ્ટિકના હોવાનો આક્ષેપ, વિધાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા.? પ્રાથમિક શાળામાં પ્લાસ્ટિકના ચોખાનું વિતરણ થતા સરપંચ દોડી ગયા

હરેશ પવાર
સિહોર તાલુકાના પાંચ તલાવડા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ફાળવવામાં આવેલ ચોખામાં પ્લાસ્ટીક ચોખાની ભેળસેળ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે મળતી માહિતી અનુસાર સિહોર તાલુકાની પાંચ તલાવડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોને મધ્યાહન ભોજન યોજના હેઠળ ફાળવવામાં આવેલ ચોખામાં ચાઇનીઝ પ્લાસ્ટીક ચોખાની ભેળસેળ હોવાની બૂમો ઉઠી છે.

શાળામાં આપવામાં આવતા પ્લાસ્ટિકના ચોખા વિતરણ થતા વાલીઓએ ગામના સરપંચને કરતા સરપંચ વાલીઓના ઘરે ઘરે ફરીને શાળામાંથી આપવામાં આવેલા ચોખાની ચકાસણી કરી હતી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન માટે પ્લાસ્ટિકના ચોખા હોવાનો સામે આવતા સરપંચ અને વાલીઓ પણ શાળાએ પહોંચી ગયા હતા. સમગ્ર મામલાની જાણ સરપંચ દ્વારા પુરવઠા વિભાગને પણ કરી હતી

સરપંચ બાલાભાઈએ કહ્યું

કે આજે સવારે પ્લાસ્ટિક ચોખાની એક વાલીની ફરિયાદ મળી હતી જે અંગે મેં શાળામાં તપાસ કરતા અહીં જે વિતરણ માટે જથ્થો આવેલો છે તે ચેક કરતા અમુક બેગો સાદા અને અમુક બેગો પ્લાસ્ટિકના ચોખાની છે જેને લઈ અનેક શંકાઓ ઉપજે છે

પુરવઠા અધિકારીએ કહ્યું કે

યોજનાની સામગ્રીમાં વિટામીન તત્વો ઉમેરાયા છે બાળકોમાં કૃપોષણ દૂર કરવા માટે એમડીએમ દ્વારા ચોખા સહિત સામ્રગીમાં વિટામીન તત્વો ઉમેરવામાં આવે છે. ફોર્ટિફાઇડ ચોખાનો ઉપયોગ એડીએમ દ્વારા ફરજીયાત બનાવ્યો છે ચોખાનું ફોર્ટીફિકેશન આવશ્યક છે પરંતુ પહેલીવાર લોકોએ આવા ચોખા જોયા હોવાથી ગેરસમજ ઉભી થઇ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here