નીડર થઈને કોરોના દર્દીઓની સારવાર કરી રહી છે ડો.હીના

મિલન કુવાડિયા
દેશમાં કોરોના મહામારી ફેલાઈ ગઈ છે. રાજ્યમાં પણ અમદાવાદ કોરોના નું હોટ સ્પોટ થઈ રહ્યું છે. દિવસે દિવસે કેસોમાં વધારો જ થઈ રહ્યો છે ત્યારે આવી કપરી સ્થિતિમાં પોતાના જીવના જોખમે કોરોના વોરિયર્સ પોતાની ફરજ નિભાવી રહ્યા છે મૂળ સિહોર તાલુકાના પાચતલાવડા ગામના વતની ને એક દસકા ઉપરથી સુરત બિઝનેસ માટે શિફ્ટ થઈ ત્યાં સ્થાઈ થયેલા સુરેશભાઈ ભોજાભાઈ કુવાડિયાની દીકરી હિનાબેન કુવાડિયા એમ.બી.બી.એસ સુરત ગવર્મેન્ટ કોલેજ માં ૨૦૧૫ માં પૂર્ણ કરી એમ.ડી પીડિયાટ્રિક પોસ્ટ ગ્રેજ્યુએટ ૨૦૧૯ માં કમ્પ્લેટ કરી ડોક્ટર બન્યા અને બી.જે મેડિકલ કોલેજ અમદાવાદમાં બાળકો નો વિભાગ સંભાળ્યો પિતાના સેવાભાવી સંસ્કાર ને લઈને હાલ જે વૈશ્વિક મહામારી ફેલાણી છે તેમાં રાત દિવસ જોયા વગર કોરોના દર્દી ની સારવાર કરી રહ્યા છે જે જગ્યાએ તેવોનો ચાર્જ છે એ ૧૨૦૦ બેડ ની હોસ્પિટલ છે હાલ અત્યાર સુધીમાં ૫૦થી વધુ કોરોના ના દર્દીઓ ની સેવા કરી રહેલ છે આ આહિર સમાજની દિકરી દેશમાટે નીડર બનીને સેવા આપી રહી છે ત્યારે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here