કાર પુલની ગ્રીલ સાથે અથડાતા મહિલાનું મોત, પેટલાદ પંથકના 2 દંપતિ સિહોર આવી રહ્યાં હતાં

કારમાં સવાર અન્ય ત્રણને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા : કાર ચાલક સામે ગુનો નોંધાયો

શંખનાદ કાર્યાલય
સિહોર તરફ આવતા પરિવારનો વલભીપુરના પાટણા નજીક અકસ્માત સર્જાયો છે અને જે ઘટનામાં એકનું મોત થયું છે ત્યારે ત્રણને ઇજા થઇ છે આણંદ જિલ્લાના અને પેટલાદ પંથકના બે દંપતિ ગઈકાલે સિહોર રહેતા સાળાને ત્યાં આવવા માટે નિકળ્યા હતાં તે વેળાએ વલભીપુર તાલુકાના પાટણા ગામ પાસે પુલની ગ્રીલ સાથે અકસ્માત સર્જાતા એક મહિલાને ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય ત્રણને ઇજાગ્રસ્ત હાલતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં.બનાવની જાણવા મળતી વિગતો અનુસાર આણંદ જિલ્લાના અને પેટલાદ તાલુકાના પાલજ ગામે રહેતા જયેશભાઇ ઇશ્વરભાઇ પંડયા (ઉ.વ.૪૭)એ વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

તેઓ અને પેટલાદ તાલુકાના ભારોલ ગામે રહેતા તેઓના મિત્ર યોગેશભાઇ રમણભાઇ દવે, તેમના પત્ની રીટાબેન (ઉ.વ.૪૦) સહિતના  પેટલાદથી પ્રથમ બરવાળાના કષ્ટભંજન હનુમાનજી મંદિર દર્શન કરી બપોરના ૧ કલાકના અરસા દરમિયાન તેઓના સિહોર ખાતે રહેતા સાળાને ત્યાં અલ્ટો કાર નં.જીજે-૨૩-બી.એલ-૮૯૭૧ લઇને આવી રહ્યાં હતા તે વેળાએ યોગેશભાઇએ કાર પુરપાટ ઝડપે અને બેફીકરાઇપૂર્વક ચલાવી વલભીપુર તાલુકાના પાણવી ગામ નજીક પુલની ગ્રીલ સાથે કાર અથડાવતા કારમાં સવાર યોગેશભાઇના પત્ની રીટાબેનને ગંભીર ઇજા પહોંચતા તેઓનું મૃત્યુ નિપજવા પામ્યું હતું. ઉક્ત બનાવ અનુસંધાને વલભીપુર પોલીસે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here